Connect Gujarat
ગુજરાત

સુરત : નશામાં ધુત સ્કુલ બસના ચાલકે વિદ્યાર્થીઓ અને વાહનચાલકોના જીવ મુકયાં જોખમમાં

સુરત : નશામાં ધુત સ્કુલ બસના ચાલકે વિદ્યાર્થીઓ અને વાહનચાલકોના જીવ મુકયાં જોખમમાં
X

સુરત

સોશિયો સર્કલ પાસે આવેલ યુનિક હોસ્પિટલ નજીક રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીની સ્કુલ બસના

ડ્રાયવરે નશાની હાલતમાં બસ ચલાવી વિદ્યાર્થીઓ તથા અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં

મુકી દીધાં હતાં.

સુરતના

સોસિયો સર્કલ નજીક યુનિક

હોસ્પિટલ પાસેથી રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીનો બસનો ડ્રાયવર દિલીપ ગામીત બેફામ રીતે બસ ચલાવી રહયો

હતો. તેણે બસની નજીકથી પ્રસાર થઈ રહેલ કારને પણ અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો

કાર ચાલકે સ્કૂલ બસને રોકી હતી. બસ ડ્રાઈવર સાથે કાર ચાલકે વાતચીત કરતા ડ્રાઇવરના

મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતા કાર ચાલક પણ ચોંકી ઉઠયા હતાં. બસમાં 30 થી 35 વિદ્યાર્થીઓ સવાર હતાં. કાર ચાલક

પ્રદીપ પંડયાએ જણાવ્યું હતું કે બસ ચાલક બેફામ રીતે બસ ચલાવતો હતો એ મારી કારને પણ

ઠક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો મેં બસ રોકી હતી અને ત્યાર બાદ બસ ચાલકે મને અશબ્દ

કહેવા લાગ્યો હતો ત્યારે કાર ચાલકના મોઢેથી દારૂ ની દુર્ગંધ આવી હતી બસ 30 થી 35 વિદ્યાર્થીઓ સવાર હતા વિદ્યાર્થીઓ મને

કહેવા લાગ્યા કે બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવી રહ્યા છે આગળ ઘણા લોકો બસની

અડફેટે આવતા બચી ગયા હતાં. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસની ટીમે ઘટના સ્થળે આવી આરોપી દિલીપ ગામીત ની

અટકાયત કરી હતી પોલીસે ડ્રાઇવરની મેડિકલ ચેકઅપ કરાવતા તે નશાની હાલતમાં હોવાનું

બહાર આવ્યું હતું હાલ બસ ડ્રાઇવર ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Next Story