Connect Gujarat
ગુજરાત

સુરત: પબજી કે આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરતી બ્લ્યુ વ્હેલ કે જેવી ગેમો રમવા પર લદાયો પ્રતિબંધ

સુરત: પબજી કે આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરતી બ્લ્યુ વ્હેલ કે જેવી ગેમો રમવા પર લદાયો પ્રતિબંધ
X

સુરત શહેરમાં જાહેર હિત અર્થે યુવા અને બાળકો પર વિપરીત અસર કરતી પબજી કેઆત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરતી બ્લ્યુ વ્હેલ ગેમો પરપોલીસ કમિશનરશ્રી સતીશ શર્માએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ જાહેર કર્યો છે.

જાહેરનામા પ્રમાણે પબજી તેમજ બ્લ્યુ વ્હેલ/ બ્લ્યુ વ્હેલ ચેલેન્જ મારફતે કયુરેટરના એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરીત કરવા અથવા સાથો સાથ જે પણ વ્યકિતને કોઈપણ અન્ય વ્યકિત એવી ગતિવિધિમાં ભાગ લે છે તેવું ધ્યાને આવે તો નજીકના પો.સ્ટેશનમાં અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં મૌખીક કે લેખિત જાણ કરવા જણાવાયુ છે.

જાહેર જનતાના તથા બાળકોના હિત માટે ઈન્ટરનેટ પ્રોવાઈડ કરતી તમામ મોબાઈલ કંપનીઓ તથા ગુગલ ઈન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ,માઈક્રોસોફટ જેવી તમામ કંપનીઓએ પબજી, બ્લ્યુ વ્હેલ ચેલેન્જ ગેમ તથા તેના નામે મળતી આવતી અન્ય રમતોની કોઈ પણ લિંક પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવાતી હોય તો તે હટાવી દેવાની રહેશે. અપવાદ તરીકે ગુનાની તપાસની કામગીરી તથા શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ લાગુ પડશે નહી. આ હુકમ તા.૧૫/૦૩/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Next Story