Connect Gujarat
ગુજરાત

સુરત: પાંડેસરામાં પત્નીએ પતિની ફોડી નાંખી આંખો

સુરત: પાંડેસરામાં પત્નીએ પતિની ફોડી નાંખી આંખો
X

સુરતમાં એવી ઘટના સામે આવી છે કે જેના અંગે જાણી તમે થોડીક વાર તો હેબતાઇ જશો. સામાન્ય રીતે પતિઓની પત્ની પર અત્યાચાર ગુજારતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે.

પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પત્નીએ પતિ પર ચારિત્ર્યની શંકા કરી બંને આંખો ફોડી નાંખી. હદ તો ત્યારે થઇ પતિની આંખો ફોડીને પાછો ફોન કરી ખુદ પત્નીએ જ ૧૦૮ને જાણ કરી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પત્નીને શંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. આથી તેણીએ તેના પર ચપ્પુથી હુમલો કરીને પતિની આંખો જ ફોડી નાંખી હતી. બનાવ બાદ ખુદ પત્નીએ ૧૦૮ને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં ૧૦૮ની ટીમે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ માં આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story