Connect Gujarat
ગુજરાત

સુરત પોલીસે બાળકી પર દુષ્કૃત્ય કેસમાં પાંચ સગીર શકમંદનું કરાયું મેડિકલ ચેકઅપ

સુરત પોલીસે બાળકી પર દુષ્કૃત્ય કેસમાં પાંચ સગીર શકમંદનું કરાયું મેડિકલ ચેકઅપ
X

સુરતમાં હજીરા ગામમાં નવીન મોહનની ચાલમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની ૩ વર્ષની બાળકી ગતરોજ બપોરે ત્રણ વાગ્યે ગુમ થયા બાદ સાંજના સાડા પાંચ વાગ્યે આ બાળકીને ૧૯ વર્ષીય યુવાનના ઘરે ઈજાગ્રસ્ત હાલતમાં અન્ય એક છોકરો મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકીને ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોય તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીના શરીર ઉપરથી વીર્યના ડાઘા પણ મળી આવતાં દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ થતા હજીરા પોલીસે ફરિયાદ નોંધી હતી.

પોલીસે મોડી રાત્રે શંકાના આધારે પાંચ સગીરોને પકડ્યા હતા. અને રાત્રે જ પાંચેયનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હજીરામાં ત્રણ વર્ષની બાળકી ઝાડીઓમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા બાદ પાડોશી યુવકના ઘરે અન્ય યુવકો બાળકી મૂકીને જતા રહ્યા હતા. આ અંગે પોલીસે પણ પાડોશી યુવકની પૂછપરછ કરી હતી. જોકે, તેણે ઘટનાનું જે રીતે વર્ણન કર્યું તે જોઈને પોલીસને તેના પર શંકા લાગી રહી છે. દરમિયાન મોડી રાત્રે વધુ પાંચ શંકમદોને પોલીસ લઈ આવી હતી અને મેડિકલ ચેક અપ કરાવ્યું હતું.

ગુનો ઉકેલાય જાય તેવી શક્યતાઓ પ્રબળ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુરતમાં છેલ્લા ત્રણ મહિનામાં માસુમ બાળકીઓ પર દુષ્કર્મની પાંચથી વધુ ઘટનાઓ બની છે.મકાન માલિક નીમીત પટેલે જણાવ્યું હતું કે, મારા પર બાળકીની માતાનો કોલ આવ્યો હતો. જેથી હું તેના ઘરેથી દોડી ગયો હતો.બાળકીને લોહીલુહાણ જોઈને ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. ખોલી નં-૧માં રહેતા યુવકે મને વાત કરી કે ૧૦ થી ૧૨ વર્ષના છોકરો લોહીલુહાણ હાલતમાં બાળકીને ઊંચકીને લઈ આવ્યો હતો.

જેણે લાલ કલરનું શર્ટ અને ચડ્ડો પહેર્યો હતો. યુવકે મકાનમાલિકને વાત કરી કે તે છોકરાને મેં પૂછયું હતું કે, તેરે કો કહાં સે મિલી, તો તેણે કહ્યું કે ઝાડીમાંથી મળી. યુવક બાળકીને તેની માતાને આપવા ગયો તે સમયે યુવકની ખોલી પાસેથી છોકરો ગાયબ થઈ ગયો હતો.૩ વર્ષની બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં RMO મંડલે તપાસ શરૂ કરી હતી. બાળકીને પેટમાં દુઃખતું હોવાથી પેટ દબાવીને તપાસ કરી તો મોટેથી રડવા લાગી હતી તેમ આરએમઓ મંડલે કહ્યું હતું. બાળકીની મોડીરાત સુધી સર્જરી ચાલી હતી.

Next Story