Connect Gujarat
Featured

સુરત : ભેસ્તાન વિસ્તારમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ફાયર બ્રિગેડની ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત

સુરત : ભેસ્તાન વિસ્તારમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ફાયર બ્રિગેડની ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત
X

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે બાઈક પર અનાજ લેવા જઇ રહેલા બે યુવકોને ફાયર બ્રિગેડની ગાડી સાથે અકસ્માત સર્જાતા હતો. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું છે. જયારે બીજાને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.

લોકડાઉનની પરિસ્થિતિમાં હાલ શહેરમાં

વાહન વ્યવહાર સદંતર બંધ હોવા છતાં અકસ્માતના એકલદોકલ બનાવો પ્રકાશમાં આવતા હોય છે.

ત્યારે શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા

અકસ્માતમાં વધુ એક યુવકને જીવ ગુમાવ્યા હોવાની ઘટના બની છે. ભેસ્તાન આવાસમાં રહેતા ૩૦ વર્ષીય મોઇન રસીદ શેખ

નાના ભાઈ સાથે કરિયાણાની દુકાન પર બાઇક લઇને અનાજ લેવા નીકળ્યો હતો તે દરમિયાન ભેસ્તાન ફાટક પાસે બાઈક

સેનિટાઈઝર છાંટવા જઈ રહેલી

ફાયર ફાઈટરની ગાડી સાથે અકસ્માત થતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે નાના ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. હાલ ડીંડોલી પોલીસે

ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story