Connect Gujarat
Featured

સુરત : મનપામાં ફરજ બજાવતી પત્નીનું ઓળખ કાર્ડ બતાવી પતિએ લોકો પાસેથી કરી રૂપિયાની માંગ, જુઓ પછી શું થયું..!

સુરત : મનપામાં ફરજ બજાવતી પત્નીનું ઓળખ કાર્ડ બતાવી પતિએ લોકો પાસેથી કરી રૂપિયાની માંગ, જુઓ પછી શું થયું..!
X

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં માસ્કના નામે દંડની ઉઘરાણી કરતો ઇસમ ઝડપાયો હતો. મનપાના સફાઈ કર્મચારી મહિલાનો પતિ દારૂ પીધેલી હાલતમાં લોકો પાસેથી 2 હજાર રૂપિયાની માંગણી કરતાં પોલીસ દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં મનપાનો અધિકારી બની લોકોમાં રોફ જમાવતો ઈસમ ઝડપાયો હતો. જેમાં લોકો પાસેથી માસ્કના નામે દંડ પેટે 2 હજાર રૂપિયાની માંગણી કરતાં લોકોએ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત ઈસમ દારૂ પીને આવ્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. જોકે આ ઈસમ લોકોના ઘરમાં ઘુસી જઈ બેફામ ગાળો બોલી દંડની માંગણી કરતો હતો, ત્યારે સ્થાનિકોએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, ત્યારે તાતકાલિક દોડી આવેલ કાપોદ્રા પોલીસે રૂપિયાની માંગણી કરતાં ઈસમ ધરપકડ કરી હતી. જેમાં ઇસમની વધુ પૂછપરછ કરતાં મનપાના સફાઈ કર્મચારી મહિલાનો પતિ હોવાનું જણાવ્યુ હતું. સાથે જ પોતાના મોબાઈલમાં મહિલાનું આઈકાર્ડ બતાવી પોતે SMCમાં હોવાનો રોફ જમાવતો હતો. જોકે હાલ પોલીસે ઈસમની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story