Connect Gujarat
ગુજરાત

સુરત રાજસ્વી પાટીદાર સમારોહમાં હોબાળો

સુરત રાજસ્વી પાટીદાર સમારોહમાં હોબાળો
X

સુરત ના અબ્રામા આવેલ પી.પી.સવાણી શાળાના વિશાળ સંકુલ ખાતે રાજસ્વી પાટીદાર સમારોહ માં ભારે હોબાળો મચ્યો હતો અને પાટીદારો દ્વારા લોકોને સમારોહમાં જતા અટકાવતા પથ્થર મારો પણ કર્યો હતો,જયારે સ્થળ પર ખુરશીઓ ઉછળતા આખો માહોલ તંગ બની ગયો હતો.

પોલીસની ખાનગી કાર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખવામાં આવ્યાં હતાં. જેથી પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈને ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેરવા પ્રયાસ કર્યો હતો. બીજી તરફ કેટલા લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.

પાટીદાર અભિવાદન સમારોહમાં એકતરફ અમિત શાહ સહિતના લોકો જેવા સ્ટેજ પર આવ્યાં કે બીજી બાજુ લોકોએ સભા સ્થળે જ તાયફો કર્યો હતો. અને ખુરશીઓ ઉછાળવાની શરૂ કરી હતી. અને હોબાળો મચાવ્યો હતો.

ખુરશીઓ ઉછાળતા પાટીદારોએ જય સરદાર જય પાટીદાર સાથે જ હાર્દિક પટેલના નારા લગાવ્યા હતા. જેને પોલીસે પકડીને એક તરફ ખસેડી ગયા હતા.તમામ લોકોને કાર્યક્રમથી દૂર લઈ જવામાં પોલીસને પણ લોકો ગાંઠતા નહોતા.પાસ સાથે જોડાયેલા અને ધારીના ધારાસભ્ય નલિન કોટડીયા રાજસ્વી પાટીદાર કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચ્યા હતા. જેઓએ અબ્રામા તરફ કાર્યક્રમમાં જતા લોકોને અટકાવી રહ્યા હતા. ત્યારે પોલીસના ધ્યાનમાં કોટડીયા અને ટોળાની પ્રવૃતિ આવી જતાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

Next Story