Connect Gujarat
Featured

સુરત : રાજુ પાઠક અને માનસિંહ પટેલ વચ્ચે પડી “ટાઇ”, ચેરમેનનો ફેંસલો હવે ભાજપના મોવડી મંડળના હાથમાં

સુરત :  રાજુ પાઠક અને માનસિંહ પટેલ વચ્ચે પડી “ટાઇ”, ચેરમેનનો ફેંસલો હવે ભાજપના મોવડી મંડળના હાથમાં
X

સુરત : રાજુ પાઠક અને માનસિંહ પટેલ વચ્ચે પડી “ટાઇ”, ચેરમેનનો ફેંસલો હવે ભાજપના મોવડી મંડળના હાથમાં

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા ગણાતી સુમુલ ડેરીની ચુંટણીના પરિણામ રવિવારના રોજ જાહેર કરાયાં છે. વર્તમાન ચેરમેન રાજુ પાઠક અને પુર્વ ચેરમેન માનસિંહ પટેલની પેનલના 8-8 ઉમેદવારો વિજેતા બન્યાં છે. હવે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમન કોને બનાવવા તે ભાજપનું હાઇકમાન્ડ નકકી કરશે.

સુરતની સુમુલ ડેરીનો 4,000 કરોડ રૂપિયાથી વધુનો વહીવટ હસ્તગત કરવા માટે ભાજપના બે બળિયાઓએ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. વર્તમાન ચેરમેન રાજુ પાઠક અને પુર્વ ચેરમેન માનસિંહ પટેલે સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. સુમુલ ડેરીની 16 પૈકી 14 બેઠકો માટે થયેલાં મતદાન બાદ રવિવારના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ચુંટણીના જાહેર થયેલાં પરિણામોમાં રાજુ પાઠક અને માનસિંહ પટેલની પેનલના આઠ - આઠ ઉમેદવારો વિજેતા બન્યાં હતાં.

એક માસ કરતાં વધુ સમયથી સુમુલના બે સહકારી આગેવાનોના જૂથો વચ્ચે રૂ.4500 કરોડનો વહીવટ મેળવવા ચાલી રહેલી જંગરૂપી ચૂંટણી પૂર્ણ થઈ છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચેરમેન-વાઈસ ચેરમેન પદ્દે ભાજપ હાઈકમાન્ડ દ્વારા મેન્ડેટ આપવાની વાત વચ્ચે રાજુ પાઠક-માનસિંહ પટેલ જૂથ 8-8 બેઠક પર વિજેતા થયા છે. બંને પેનલના સરખા ઉમેદવારો વિજેતા બન્યાં હોવાથી સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન કોને બનાવવા તે ભાજપનું હાઇકમાન્ડ નકકી કરશે.

આગામી દિવસોમાં કલેકટર ડેરીની બોર્ડ મિટીંગ બોલાવશે. બોર્ડ મિટીંગમાં 16 ડીરેકટર મતદાન કરી ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી કરશે. ચેરમેનના નામની જાહેરાત માટે એક સપ્તાહનો સમય લાગી શકે છે. સુમુલ ડેરીની 16 બેઠકો પૈકી 12 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 4 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. બેઠકવાર ચુંટણીના પરિણામો પણ નજર નાંખવામાં આવે તો ઓલપાડ, કામરેજ, મહુવા, વાલોડ, વ્યારા, ડોલવણ, પલસાણા અને ઉમરપાડા બેઠક પર સહકારી જુથનો જ્યારે ચોર્યાસી, બારડોલી, માંડવી, કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢ અને માંગરોળ બેઠક પર સતાધારી જુથનો વિજય થયો છે.

વિજેતા ઉમેદવાર અને તેમને મળેલાં મતો

સહકાર ( માનસિંહ પટેલ)ની પેનલના વિજયી ઉમેદવાર :

ઓલપાડ :- જયેશ પટેલ :- 38 મત

કામરેજ :- બળવંત પટેલ : 21 મત

પલસાણા :- ભારતસિંહ સોલંકી : બિનહરીફ

મહુવા :- માનસિંગ પટેલ : 29 મત

વાલોડ : નરેશ પટેલ : 25 મત

વ્યારા :- સિદ્ધાર્થ ચૌધરી : 54 મત

ડોલવણ :- શૈલેષ પટેલ : 27 મત

ઉમરપાડા : રિતેશ વસાવા : બિન હરીફ

સત્તાધારી ( રાજુ પાઠક)ની પેનલ

ચોર્યાસી :- સંદીપ દેસાઈ : 6 મત

બારડોલી :- અજિત પટેલ : 46 મત

માંડવી :- રેસભાઈ ચૌધરી :78 મત

કુકરમુંડા :- સંજયભાઈ સુર્યવંશી : 20 મત

નિઝર :- ભરતભાઇ પટેલ : 17 મત

ઉચ્છલ :- સુનિલભાઈ ગામીત :- 18 મત

સોનગઢ :- કાંતિભાઈ ગામીત : 58 મત

માંગરોળ :- રાજેશકુમાર પાઠક : 66 મત

Next Story