Connect Gujarat
ગુજરાત

સુરત :વરાછામાં મૂળ માલિકના પ્લોટનો બોગસ દસ્તાવેજ બનાવી ત્રીસ લાખ રૂપિયાની ખંડણી માંગનાર દેસાઈ બંધુઓની થઈ ધરપકડ

સુરત :વરાછામાં મૂળ માલિકના પ્લોટનો બોગસ દસ્તાવેજ બનાવી ત્રીસ લાખ રૂપિયાની ખંડણી માંગનાર દેસાઈ બંધુઓની થઈ  ધરપકડ
X

સુરત વરાછા વિસ્તારમાં મૂળ માલિકના પ્લોટનો બોગસ દસ્તાવેજ બનાવ્યા બાદ ત્રીસ લાખ રૂપિયાની ખંડણી માંગનાર દેસાઈ બંધુઓ પર સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં વર્ષ 2011 થી અંકુરભાઈ નામના વ્યક્તિના બે પ્લોટ ચાલી આવ્યા છે. જો કે ઘમજી દેસાઈ,ચિરાગ દેસાઈ સહિત આણી ટોળકીએ પ્લોટનો બોગસ વેચાણ કરાર અને દસ્તાવેજ બનાવી પચાવી પાડવાનો કારસો રચ્યો. જેની જાણ અંકુરભાઈને થતા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં દેસાઈ બંધુઓ સામે ફરિયાદ નોંધાવી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘમજી દેસાઈ,ચિરાગ દેસાઈ અને આણી ટોળકી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.જ્યાં તપાસના અંતે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકદ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાનુસાર આરોપીઓએ પ્લોટનો બોગસ દસ્તાવેજ અને વેચાણ કરાર બનાવી લીધો હતો.જ્યાં બાદમાં ફરિયાડી ના જ મિત્રને વેચાણ કરવા જતાં સમગ્ર મામલો બહાર આવ્યો.

જ્યારે મૂળ માલિકે પોતાના પ્લોટનો કબ્જો મેળવવાનો પ્રયાસ કર્યો,તો ધાકધમકીઓ આપવામાં આવી.એટલું જ નહીં આરોપીઓએ 30 લાખ રૂપિયા ની ખંડણી ની માંગ મૂળ પ્લોટ માલિક પાસે કરી.જ્યાં પ્લોટ માલિકની ફરિયાદના આધારે હાલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે પોતાના નામનો બોગસ દસ્તાવેજ બનાવનાર ચિરાગ દેસાઈ હાલ ફરાર છે.જેની શોધખોલ પણ હાલ ચાલી રહી છે.આ સિવાય ખંડણી અને ધાકધમકી આપવાના કેસમાં ફરાર અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવાની દિશામાં તપાસ ચાલુ છે.

Next Story