Connect Gujarat
ગુજરાત

સુરત : વરાછા વિસ્તારમાં તસ્કરો બન્યા બેફામ, સીસીટીવી આવ્યા સામે

સુરત : વરાછા વિસ્તારમાં તસ્કરો બન્યા બેફામ, સીસીટીવી આવ્યા સામે
X

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટકી બે દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. બાઈક પર આવેલ ચોરો નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યા હતા. સમગ્ર ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સુરત શહેરમાં દિવાળી વેકેશન દરમ્યાન ચોરીના અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. પરંતુ દિવાળી બાદ પણ ચોરીની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી છે. સુરતના વરાછા વિસ્તારના ત્રિકમ નગર સોસાયટીમાં આવેલ મિલન મેડીકલ અને તેની નજીક આવેલ એક કાપડની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રીના સમયે અજાણ્યા ત્રણ ઇસમો બાઈક પર આવે છે અને દુકાનના શટર ઊંચા કરીને દુકાનમાં પ્રવેશી મેડિકલ સ્ટોર્સના ટેબલના ખાનામાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરી નાસી જાય છે. આ સમગ્ર ઘટનાની જાણ દુકાન માલિકને થતા તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી, જે ચોરીના બનાવને લઈને વરાછા પોલીસે નજીકમાં લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણ ઇસમો બાઈક પર આવતા જણાઈ આવે છે. હાલ ચોરીની ઘટના અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે

Next Story