Connect Gujarat
ગુજરાત

સુરત : શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો તો વાલીઓએ પણ કરી શિક્ષકની ધોલાઇ

સુરત : શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો તો વાલીઓએ પણ કરી શિક્ષકની ધોલાઇ
X

સુરતના નાના વરાછા સ્થિત આશાદીપ સ્કુલમાં વિદ્યાર્થીને માર મારનારા શિક્ષકની વાલીઓએ ધોલાઇ કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયાં છે.

આ સીસીટીવી ફૂટેજ જુઓ.. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે એક શિક્ષક વિદ્યાર્થીને ઢોર માર મારી રહ્યો છે આ ઘટના છે સુરતના નાના વરાછા ખાતે આવેલા આશાદીપ સ્કુલ ૧ ની.. સીસીટીવીમાં જોઈ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીને માર મારી રહ્યો છે આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યા છે આ ઘટના બાદ વિદ્યાર્થીએ વાલીઓને જાણ કરી હતી જેથી વાલીઓનું ટોળું ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સ્કુલ સંચાલકોને રજૂઆત કરી હતી.

ગુરુના સ્થાનને લજવતી આ ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી જેથી શાળા દ્વારા વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક વિપુલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. પરંતુ વાત અહી નથી અટકતી રોષે ભરાયેલા વાલીઓએ બદલો પણ લીધો હતો. હવે આ સીસીટીવી ફૂટેજ પણ જુઓ.. સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં વાલીઓ લાકડાના ફટકા લઈને આવ્યા હતાં. જેમણે શિક્ષકોને કલાસમાંથી બહાર કાઢીને માર માર્યો હોવાનું વીડિયોમાં દેખાય છે. શિક્ષકોને માર મરાતા ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું સંચાલકોએ કહ્યું હતું. જો કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઇ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Next Story