Connect Gujarat
ગુજરાત

સુરત સાવકો પિતા બન્યો હેવાન, 11 વર્ષીય પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ

સુરત  સાવકો પિતા બન્યો હેવાન, 11 વર્ષીય પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ
X

સુરતમાં સમાજને લજાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાવકા પિતાએ જ 11 વર્ષીય પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી છે. પત્નીએ પોતાના પતિને કઢંગી હાલતમાં જોતાં હવસખોર પિતાનો ભાંડો ફુટી ગયો હતો.

સુરતના એક

વિસ્તારમાં રહેતી મહિલાએ તેના બીજા પતિ વિરૂધ્ધ પુત્રી સાથે દુષ્કર્મ કરવાની

ફરિયાદ નોંધાવી છે. પહેલા પતિના મૃત્યુ બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા હતાં. મહિલા

તેની પુત્રીને ઘરે બીજા પતિ સાથે મુકીને બહાર ગઇ હતી. કામ પતાવી તે પરત ઘરે ફરી

ત્યારે તેણે પતિને કઢંગી હાલતમાં જોયો હતી. મહિલાને પતિ પર શંકા જતાં તેણે પોતાની

પુત્રીને બોલાવી હકીકત પુછતાં તેના પગ નીચેથી ધરતી સરી ગઇ હતી. સાવકા પિતાએ તેની

સાથે બે થી ત્રણ વખત દુષ્કર્મ કર્યું હોવાની કબુલાત પુત્રીએ કરી હતી. આખરે મહિલા

તેની પુત્રી સાથે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. પોલીસે મહિલાની

ફરિયાદના આધારે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story