Connect Gujarat
Featured

સુરત : સિલાઈ મશીનના કારખાનામાં આગથી દોડધામ, કારીગરોના ગયા બાદ બનેલી ઘટના

સુરત : સિલાઈ મશીનના કારખાનામાં આગથી દોડધામ, કારીગરોના ગયા બાદ બનેલી ઘટના
X

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં સિલાઈ મશીનના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે ફાયરવિભાગની ટીમ દોડી આવી હતી.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં કિશોર

હરિ શિંદે કાપડ પર સિલાઈ મશીનના કારખાનાનું

ધરાવે છે. કારખાનમાં 10 જેટલા કારીગરો સિલાઈ મશીન પર કામ કરે છે. બપોર બાદ કારખાનામાં રજા આપ્યા બાદ

બંધ કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની સાથે આજુબાજુના કારખાનેદારોમાં

ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પાણીનો મારો મારી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી

હતી. આગ ત્રણ માળની મજીલમાં પસરી ગઈ હતી. હાલ ભાગની ટીમે શટર તોડી પાણીનો મારો

મારી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં સિલાઈ મશીન સહિત કારખાનમાં રાખેલ

કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. બીજી બાજુ આગની ઘટનામાં કોઈ જાણહાનિ થઈ ન હતી.

Next Story