Connect Gujarat
ગુજરાત

સુરત : સિલ્ક સીટી માર્કેટમાં આગની ઘટના બાદ 600થી વધારે દુકાનો સીલ

સુરત : સિલ્ક સીટી માર્કેટમાં આગની ઘટના  બાદ 600થી વધારે દુકાનો સીલ
X

સુરતના સિલ્ક સીટી માર્કેટમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર સેફટીની વ્યવસ્થા નહિ કરનારી 600થી વધારે દુકાનોને સીલ મારી દેવાતા વેપારીઓમાં દોડધામ મચી છે. માર્કેટમાં બે દિવસ પહેલા આગ લાગી હતી જે પાંચ કલાક બાદ કાબુમાં આવી હતી.

સુરતની સિલ્ક ટેક્સ્ટાઈલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બાદ મનપાનું તંત્ર એકશનમાં આવ્યું છે. બે દિવસ પહેલા માર્કેટમાં આગ લાગતા દોડધામ મચી હતી. બપોરના સમયે લાગેલી આગ પાંચ કલાક બાદ કાબુમાં આવી હતી. મનપાની તપાસમાં મોટાભાગની દુકાનોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે એક સાથે 600થી વધારે દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. દિવાળીનો તહેવાર આવી રહયો છે તેવામાં જ દુકાનો સીલ મારી દેવાતા વેપારીઓ અને કારીગરોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ આગમાં સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને રાખ થઇ જતાં વેપારીઓને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સરથાણામાં આગની ઘટનામાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા બાદ ફાયરસેફટીના કાયદાને કડક કરવામાં આવ્યો છે.

Next Story