Connect Gujarat
ગુજરાત

સુરત સ્કૂલ ફી વધારા મામલે FRC અને વાલી મિટિંગ બની અનિર્ણાયક: આગામી દિવસોમાં વાલીઓ આપશે વિવિધ કાર્યક્રમો

સુરત સ્કૂલ ફી વધારા મામલે FRC અને વાલી મિટિંગ બની અનિર્ણાયક: આગામી દિવસોમાં વાલીઓ આપશે વિવિધ કાર્યક્રમો
X

સુરતમાં ફી વધારાને લઈને વાલીઓનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે આજે વાલીઓ અને એફ.આર.સી. કમિટી વચ્ચે બેઠક મળી હતી જેમાં એફ.આર.સી દ્વારા માત્ર શાળાને નોટિસ આપતા વાલીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો

સુરતમાં ફી વધારાને લઈને વાલીઓ વિરોધ કરી રહ્યા છે જેને લઈને સરકાર દ્વારા એફ.આર.સી. કમિટીની રચના કરવામાં આવી હતી પરંતુ સુરતમાં એફ.આર.સી. કમિટી સંદતર નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સુરતની અનેક સ્કૂલો છે કે જેની ફીને લઈને વાલીઓએ ફરી એક વખત વિરોધનું શસ્ત્ર ઉગામયુ છે આજે વાલીઓના વિરોધને પગલે એફ.આર.સી. કમિટી અને વાલીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં ફી ઘટાડાને લઇને એફ.આર.સી. દ્વારા માત્ર નોટિસ નોટિસનો ખેલ કરતા વાલીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા હવે આગામી સમયમાં વાલીઓ ધરણા સહીતના કાર્યક્રમો હાથ ધરી વિરોધ કરશે.

વિવિધ શાળાની ફી

  • જી ડી ગોયેન્કા અંદાજીત 2.5 લાખ
  • ફોઉન્ટેન હેડ અંદાજીત 2.5 લાખ
  • તાપતિ વેલી અંદાજીત 1.5 લાખ
  • ગજેરા ગ્લોબલ આશરે 1.25 લાખ
  • એસ ડી જૈન 50 હજાર થી 1 લાખ
  • એલ પી સવાણી ઇન્ટરનેશનલ 50 હજાર થી 1.50 લાખ વચ્ચે

અન્ય ઘણી સ્કૂલોની સરેરાશ 50 હજારની આસપાસ.

Next Story