Connect Gujarat
દેશ

જિયો ડાઇનઆઉટનાં ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરાં ફેસ્ટિવલનાં ડિજિટલ પાર્ટનર તરીકે જોડાઈ ફેસ્ટિવલ દરમિયાન જિયોનાં યુઝર્સને વિશિષ્ટ આપશે લાભ

જિયો ડાઇનઆઉટનાં ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરાં ફેસ્ટિવલનાં ડિજિટલ પાર્ટનર તરીકે જોડાઈ ફેસ્ટિવલ દરમિયાન જિયોનાં યુઝર્સને વિશિષ્ટ આપશે લાભ
X

જિયો અને ભારતનાં સૌથી મોટા ડાઇનિંગ આઉટ પ્લેટફોર્મે

1 ઓગસ્ટ, 2019થી શરૂ થયેલા ગ્રેટ ઇન્ડિયા રેસ્ટોરાં ફેસ્ટિવલ (જીઆઇઆરએફ)ની લેટેસ્ટ એડિશન માટે જોડાણ કર્યું છે. આ ફેસ્ટિવલ 1 સપ્ટેમ્બર, 2019નાં રોજ પૂર્ણ થશે. આ જોડાણ મારફતે જિયોડાઇનઆઉટનાં અત્યાર સુધીનાં સૌથી મોટાં ફૂડ અને ડ્રિન્ક્સ ફેસ્ટિવલ દરમિયાન એક્સક્લૂઝિવ બેનિફિટ પ્રદાન કરીને ડિજિટલ લાઇફનો શ્રેષ્ઠ અનુભવ આપવાનું જાળવી રાખશે.

સામાન્ય રીતે ડાઇનઆઉટનાં યુઝર્સ પ્લેટફોર્મ પર રિઝર્વેશન કરાવવા માટે બુકિંગ ફી ચુકવે છે. એનાં બદલામાં યુઝર્સને બિલ પર ડિસ્કાઉન્ટ મળે છે અને તેઓ ફૂડ, ડ્રિન્ક્સ અને બુફે પર 1+1 ઓફરનો લાભ પણ લઈ શકે છે.

આ જીઆઇઆરએફ 17 શહેરોમાં યોજાય છે (જ્યાં ડાઉનઆઉટ ચાલુ છે), જેમાં જિયોનાં સબસ્ક્રાઇબર્સ ઓફરનાં ગાળા દરમિયાન તેમની પ્રથમ બુકિંગ ફીમાં રૂ. 100ની છૂટનો લાભ લઈ શકે છે. આ જિયોનાં યુઝર્સ માટે વિશિષ્ટ લાભ છે.

આ ડિસ્કાઉન્ટ કોડ જિયો યુઝર્સનાં માયજિયો એપમાં કૂપન્સ સેક્શનમાં ઉપલબ્ધ થશે. માયજિયો એપ ન ધરાવતાં જિયોનાં સબસ્ક્રાઇબર્સ એપ ડાઉનલોડ કરી શકે છે અને ડાઇનઆઉટ પ્લેટફોર્મ પર રિડેમ્પ્શન માટે કૂપન્સની સુવિધા આપે છે.

ફેસ્ટિવલ વિશે:

આ ફેસ્ટિવલ 1 ઓગસ્ટ શરૂ થયો છે અને 1 સપ્ટેમ્બર સુધી ચાલશે, જે 17 શહેરોઃ દિલ્હી (દિલ્હી એનસીઆર), મુંબઈ, બેંગલોર, કોલકાતા, પૂણે, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, ચંદીગઢ, ગોવા, જયપુર, લખનૌ, ઇન્દોર, સુરત, કોચી, લુધિયાણા અને નાગપુરમાં 8,000થી વધારે રેસ્ટોરામાં કુલ બિલ, ફૂડ બિલ, ડ્રિન્ક્સ બિલ, બુફે અને કૂપન્સ પર 50 ટકા સુધીની ફ્લેટ ડિલ આપે છે.

જીઆઇઆરએફ રેસ્ટોરાં ઉદ્યોગનો સૌપ્રથમ ફૂડ એન્ડ ડ્રિન્ક્સ ફેસ્ટિવલ છે, જેની શરૂઆત વર્ષ 2017માં ઉપભોક્તાઓ વચ્ચે ડાઇનિંગ આઉટ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે થઈ હતી. ફેસ્ટિવલ ઉપભોક્તાઓ અને પાર્ટનર રેસ્ટોરાંઓ એમ બંને માટે લાભદાયક છે. આ ફેસ્ટિવલની સફળતા માટે મુખ્ય પરિબળો ફ્લેટ 50 ટકા ઓફ ડિલ, કેશબેક, બેંક ઓફર, પાર્ટનર ઓફર અને ટોપ-રેટિંગ ધરાવતી રેસ્ટોરાં છે.

Next Story