Connect Gujarat
ગુજરાત

સુરત: સ્વાઇન ફલૂ વકર્યો, અત્યાર સુધીમાં કુલ 4 કેશ નોંધાયા

સુરત: સ્વાઇન ફલૂ વકર્યો, અત્યાર સુધીમાં કુલ 4 કેશ નોંધાયા
X

આજે નવા બે કેસ પોઝિટિવ નોંધાતા તંત્રમાં દોડધામ

સુરતમાં સ્વાઈન ફ્લૂએ દેખા દેતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. અગાઉ બે લોકોને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતાં સારવાર આપવામાં આવી રહી હતી. આજે વધુ બે લોકોને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતાં અત્યાર સુધીમાં ચાર કૅશ નોંધાયા છે.

સુરતના વેસુ વિસ્તારમા રહેતા 35 વર્ષીય યુવકને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતાં હોસ્પિટલમા સારવાર ચાલી રહી છે. જ્યારે ઉતરાણ વિસ્તારમાંથી 29 વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવનો રીપોર્ટ આવતાં તેની પણ સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી સુરતમાં સ્વાઇન ફલૂના 4 કેસ નોંધાયા છે. જેમાંથી એક કેસ ડિસ્ચાર્જ કરવામા આવ્યો છે. જ્યારે 3 કેસ હજી સારવાર હેઠળ છે. આ રોગની ચપેટમાં વધુ લોકો આવે તે પહેલાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહયા છે.

Next Story