Connect Gujarat
ગુજરાત

સુરત : હીરા ઉધ્યોગમાં મંદી પણ માહોલ સુધરવાનો આશાવાદ

સુરત : હીરા ઉધ્યોગમાં મંદી પણ માહોલ સુધરવાનો આશાવાદ
X

હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો હતો.

સુરતના હીરા ઉધ્યોગમાં મંદી વચ્ચે કેન્દ્ર સરકારે હીરાના જોબ વર્ક ઉપર લાગતાં જીએસટીમાં ઘટાડો કરતાં હીરા ઉધ્યોગકારોને રાહત સાંપડી છે. સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ડાયમંડ ઉધોગમાં પ્રવર્તી રહેલી મંદીના સવાલ પર પૂછતાં તેમણે કહ્યું હતું કે હવે ધીમેધીમે માહોલ સુધરી રહ્યો છે જેથી ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે બિન સચિવલય ક્લાર્કની પરીક્ષા બાબતે પૂછતાં ઉમેર્યું હતું કે સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી નથી. જેથી ઉમેદવાર વિદ્યાર્થીઓને તેની પણ ચિંતા કરવાની જરૂર નથી. માણસામાં લેવાયેલી પરીક્ષામાં વિચિત્ર પ્રશ્ન પૂછવા બાબતે તેમણે કહ્યું હતું કે, કુમળા માનસ ધરાવતા વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો પૂછવા ન જોઈએ. જ્યારે અંતમાં રાજ્યમાં વકરી રહેલા રોગચાળા બાબતે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ચોમાસુ લંબાતા રોગચાળો વકર્યો છે. પણ હવે વરસાદે વિરામ લેતા સ્થિતિ કાબુમાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Next Story