Connect Gujarat
ગુજરાત

સુરત :૨૨ વર્ષીય માનવી જૈન દીક્ષા લઈ સંયમના માર્ગે કરશે પ્રયાણ

સુરત :૨૨ વર્ષીય માનવી જૈન દીક્ષા લઈ સંયમના માર્ગે કરશે પ્રયાણ
X

સુરત હવે દિક્ષાનગરી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. યૌવનવયે દીક્ષા લેનારા યુવક-યુવતીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આવી જ રીતે મૂળ રાજસ્થાનના અને એક વર્ષ પહેલાં જ સુરતમાં સ્થાયી થયેલા કાપડ વેપારીઓની ૩ દીકરીઓ પૈકી સૌથી મોટી દીકરી ૨૨ વર્ષીય માનવી જૈન બધી જ મોહમાયા છોડીને આગામી તારીખ ૨૮ જાન્યુઆરીના રોજ દીક્ષા લેવા જઈ રહી છે.

માનવીએ અત્યારસુધી ખૂબ જ મોર્ડન લાઈફ જીવી છે.મોબાઈલ અને કપડાનો તેને ભારે શોખ હતો.વર્ષના બે મોબાઈલ વાપરવાનો શોખ રાખતી માનવી એક ખૂબ સારી ગાયિકા પણ છે.સંગીતની આમ તો કોઈ ટ્રેનિંગ લીધી નથી તેણીએ પણ તેના અવાજમાં એટલી જ મીઠાશ છે.મોર્ડન લાઈફને અત્યાર સુધી પસંદ કરતી આવેલી માનવીએ અચાનક દીક્ષા લેવાનું નક્કી કરતા તેના પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.પણ તેમને પ્રભુ માર્ગે દીકરી જઈ રહ્યાનો આનંદ પણ એટલો જ હતો.જેથી હવે તેઓ ૨૮ જાન્યુઆરી દીકરીના દિક્ષાની તૈયારીમાં લાગ્યા છે. તેઓ ઈચ્છે છે કે મોટી દીકરીની જેમ તેમની બીજી બે દીકરીઓ પણ સંયમના માર્ગે જાય.

Next Story