Connect Gujarat
Featured

સુરત : 3 હોસ્પિટલો તંત્રએ કરાવી બંધ, જુઓ કઇ હોસ્પિટલોમાં જોવા મળ્યો ફાયર સેફટીનો અભાવ

સુરત : 3 હોસ્પિટલો તંત્રએ કરાવી  બંધ, જુઓ કઇ હોસ્પિટલોમાં જોવા મળ્યો ફાયર સેફટીનો અભાવ
X

અમદાવાદ ની આગની ઘટના બાદ સુરત શહેરમાં હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉન પાટિયા ની અમીના સાર્વજનિક હોસ્પિટલ અને વરાછા ની GB વાઘાણી હોસ્પિટલ,પર્વત પાટિયાની પરમ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે કોઇ પગલાં ભરાયા ન હોવાથી ત્રણે હોસ્પિટલ બંધ કરાવી દેવાય છે.

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના પછી સુરત શહેરમાં પણ કોરોના ની સારવાર કરતી 36 હોસ્પિટલમાં પણ ફાયર સેફટીના નામે લોલમપોલ જણાઈ છે. સુરત મહાનગરપાલિકાની ટીમે કરેલાં ફાયર સેફ્ટીના ઓડિટમાં 12 હોસ્પિટલમાં ફાયર સેફટીના મુદે ડીંડક ચાલતું હોવાનું બહાર આવ્યું છે.12 પૈકી 9 હોસ્પિટલને ફાયર સેફ્ટીની પુર્તતા કરવા માટે એક દિવસનો સમય આપ્યો છે જ્યારે અન્ય ત્રણ હોસ્પિટલની સાથે પાલિકાએ તાત્કાલિક અસરથી કરાર રદ કરી હોસ્પિટલ બંધ કરવા માટે આદેશ કર્યા છે. બંધ કરાવાયેલી હોસ્પિટલોમાં ઉન પાટિયાની અમીના સાર્વજનિક હોસ્પિટલ, વરાછા ની GB વાઘાણી હોસ્પિટલ અને પર્વત પાટિયાની પરમ હોસ્પિટલનો સમાવેશ થવા જાય છે. ત્રણેય હોસ્પિટલમાં હાલમાં દાખલ છે તે સિવાય નવા પેશન્ટને હોસ્પિટલમાં દાખલ ન કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તક્ષશિલા અગ્નિ કાંડ પછી મનપાના ફાયર વિભાગે શહેરમાં ફાયર સેફટીના નામે હજારો મિલ્કતો સીલ કરી હતી. મિલકત ધારકો પાસે ફાયર સેફ્ટી ઉભી કરવા માટે લેખિત બાંયધરી પણ લેવામાં આવી હતી પણ કોરોના કાળમાં હોસ્પિટલોમાં જ ફાયર સેફટીનો અભાવ જણાય રહયો છે.

Next Story