Connect Gujarat
ગુજરાત

સુરત: 8મા ધોરણની વિદ્યાર્થિનીનું થયું હતું અપહરણ, દુષ્કર્મનો પરિવારે કર્યો આક્ષેપ

સુરત: 8મા ધોરણની વિદ્યાર્થિનીનું થયું હતું અપહરણ, દુષ્કર્મનો પરિવારે કર્યો આક્ષેપ
X

વિદ્યાર્થીનીનાં અપહરણ કેસમાં ઓલપાડ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા

સુરતનાં લીંબાયત પોલીસ મથકની હદમાં રહેતી વિદ્યાર્થીનીનું પુણા વિસ્તારમાં આવેલી તેની સ્કૂલ પાસેથી અપહરણ થયું હોવાની ઘટના બની હતી. જે સંદર્ભે વિદ્યાર્થીનીના વાલીઓએ ઓલપાડ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે

સુરતથી ઓલપાડ ખાતે આઠમા ધોરણમાં અભ્નીયા કરવા જતી વિદ્યાર્થીનીને અજાણ્યાશખ્સો દ્વારા અપહરણ કરીને લઈ જવામાં આવી છે. મગોબમાં આવેલી 302 નંબરની શાળામાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિની.ઓલપાડ પોલીસે અપહરણનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી લીધી છે. જેમાં સામાન્ય કલમો લગાડતા આરોપીને જામીન મળી ગયા હતા.

ડભારી દરિયા કિનારે વિદ્યાર્થિનીને લઈ જવામાં આવી હોવાની વિગતો તેમની પુછપરછમાં સામે આવી હતી. વિદ્યાર્થીની છેલ્લા 4 દિવસથી બેભાન હાલતમાં હતી. પહેલાં તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયી હતી બાદમાં ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. તો વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.

Next Story