Connect Gujarat
ગુજરાત

સુરત:108માં હૃદયના રોગથી પીડિત નવજાત બાળકીને હેમખેમ પોણા ત્રણ કલાકમાં પહોંચાડી અમદાવાદ

સુરત:108માં હૃદયના રોગથી પીડિત નવજાત બાળકીને હેમખેમ પોણા ત્રણ કલાકમાં પહોંચાડી અમદાવાદ
X

વડોદરા અમદાવાદ હાઇવે પર ગ્રીન કોરિડોર બનાવી 108 એમ્બ્યુલસનો રસ્તો રાખ્યો સાફ

સુરતથી 108 એમ્બ્યુલન્સમાં હૃદયના રોગથી પીડિત નવજાત બાળકીને હેમખેમ અમદાવાદ પહોંચાડી હતી. ગત રોજ સાત વાગ્યે કતારગામ કિરણ હોસ્પિટલ ખાતેથી ૩ દિવસની બાળકીને 108 એમ્બ્યુલન્સમાં લઈને પાયલોટ અને ઈએમટી લઈ નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદ પહોંચતા જ ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જેના કારણે પોણા ત્રણ કલાકમાં બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં સફળતા મળી હતી.

કડોદરાના વરેલી ગામ ખાતે રહેતા નિર્મલાબેન પાઠક(ઉ.વ.28)ને ગત 12 જુલાઈના રોજ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અધુરા માસે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પુત્ર તંદુરસ્ત છે. જ્યારે પુત્રીને હૃદયની તકલીફ હોવાનું જાણવા મળ્યું હતું. અને અમદાવાદ ખસેડવાની જરૂર પડી હતી. જેથી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને ગત રોજ રાંદેર લોકોશનની 108ના ઈએમટી અને પાયલોટ પહોંચ્યા હતા. અને પોણા ત્રણ કલાકમાં બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં બાળકીની સારવાર ચાલી રહી છે.

108ના ઇએમટી શબ્બીરે જણાવ્યું હતું કે, આ કેસ કિરણ હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અને 3 દિવસની નાની બાળકી હતી. અમે જ્યારે બાળકીને લેવા માટે કિરણ હોસ્પિટલ ગયા ત્યારે ડોક્ટરના જણાવ્યા મુજબ બાળકીને હૃદયની તકલીફ હતી અને સાથે શ્વાસની તકલીફ પણ હતી. અમે જ્યારે બાળકીને લઈને અમદાવાદ જવા નિકળ્યા દરમિયાન બરોડા પહોંચતા બાળકીનું હૃદય બંધ થઈ ગયું હતું અને રડવાનું પણ બંધ થઈ ગયું હતું. ત્યારબાદ સિપિઆર આપવાનું અને સાથે અમ્બ્યુબેગથી ઓક્સિઝન આપવાનું ચાલુ રાખ્યુ હતું. અને આ કન્ડિશનની સુરતના પ્રોગ્રામ મેનેજરને જાણ કરી અને તેમને આગળ વાત કરી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવેથી ગ્રીન કોરિડોરની મદદથી ગોલ્ડન મિનિટોમાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. અને બાળકીનો જીવ બચી ગયો હતો.

  • 108ના ઈમેટી-પાયલોટની પ્રશંસા

સુરતના પ્રોગ્રામ મેનેજર ફયાઝ પઠાણ અને રોશન દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સને લોન્ચ કરવા પાછળનો હેતુએ છે કે, લોકોને ક્રિટીકલ ટાઈમમાં મદદ પહોંચાડીને બચાવે. આવી જ એક બનેલી ઘટનામાં કડોદરાના એક પરિવારે કટોકટીની પળોમાં 108 એમ્બ્યુલન્સની મદદ લીધી હતી. જેમાં નવજાત બાળકીને ઇએમટી શબ્બીર બેલીમ અને પાઇલોટ અતિક શેખની સમયસૂચકતાને કારણે બચાવી શકાય હતી. જેની ચારેકોર પ્રશંસા થઈ રહી છે

Next Story