Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : આળસુ થયેલા મિલકત માલિકોમાં ફફડાટ, વેરો નહીં ભરતા પાલિકાએ દુકાનો કરી સીલ

સુરેન્દ્રનગર : આળસુ થયેલા મિલકત માલિકોમાં ફફડાટ, વેરો નહીં ભરતા પાલિકાએ દુકાનો કરી સીલ
X

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ નગરપાલિકા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં 36 દુકાનો, હોલ તેમજ ઓફીસ મિલકતને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર

નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પંડયાએ મિલકત વેરો અને વ્યવસાય વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપી છે. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિજયસિંહ ગોહિલ તેમજ વ્યવસાય વેરા રિકવરી અધિકારી છત્રપાલસિંહ ઝાલા, પ્રવીણસિંહ પરમાર દ્વારા વ્યવસાય કે મિલકત વેરો ભરવામાં આળસ દાખવનાર મિલકત ધારકોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર

શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર આવેલ બાલાજી કોમ્પ્લેક્સ, શ્રીજી કોમ્પ્લેક્સ તેમજ દેરાસર સામે આવેલી રાણા ચેમ્બરની કુલ 36 મિલકતોને પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. આ કામગીરીથી

વેરો ભરવામાં આળસુ થઈ મિલકત વેરો નહીં ભરતા માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુરેન્દ્રનગરની પાલિકા દ્વારા આગામી દિવસોમાં વેરો નહીં ભરનારની મિલકતોને સીલ મારવાની

કાર્યવાહી યથાવત રાખવાનું જાણવા

મળ્યું છે.

Next Story