Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ‘‘રન ફોર યુનિટી’’ અંતર્ગત એકતા દોડમાં જન જન બન્યું સહભાગી

સુરેન્દ્રનગર : ‘‘રન ફોર યુનિટી’’ અંતર્ગત એકતા દોડમાં જન જન બન્યું સહભાગી
X

સરદાર

વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ

નિમિતે સુરેન્દ્રનગર શહેરી વિસ્‍તારમાં સરદાર વલ્લભભાઈ

પટેલના એકતાના સંદેશ સાથે “રન ફોર યુનિટી” અંતર્ગત એકતાની દોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

સુરેન્દ્રનગર

શહેરમાં અજરામર ટાવર ચોક ખાતેથી પ્રારંભ થયેલી આ એકતા દોડને સ્વર્ણિમ ગુજરાત ૫૦

મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજા તેમજ ઉપસ્થિત

મહાનુભાવોએ ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે શ્રી આઇ.કે.જાડેજાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં

જણાવ્યું હતું કે, ‘‘રન ફોર યુનિટી’’ એકતા દોડ થકી દેશની એકતા, અખંડીતતા અને સુરક્ષા માટે એક અનોખા પ્રકારની દેશદાઝ

ઉભી થયેલ છે. તેમણે સરદાર પટેલે દેશની એકતા અને અખંડીતતા માટે દેશના રજવાડાઓને

એક કરવાના કાર્ય થકી અખંડ ભારત નિર્માણ માટેના કાર્યને બિરદાવી રાષ્ટ્રની એકતા-અખંડીતતા માટે દરેક દેશવાસીઓએ પોતાનું યોગદાન આપવા

અનુરોધ કર્યો હતો.

પ્રસંગે મહાનુભાવો સહિત ઉપસ્થિત તમામ નાગરિકોએ રાષ્ટ્રીય એકતા દિવસ અંગેના સપથ

લીધેલ હતાં. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ નગરપાલિકા વિસ્તારોની સાથે સુરેન્દ્રનગર

શહેરમાં અજરામર ટાવર ચોકથી પ્રસ્થાન થયેલી આ એકતા દોડ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી

જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સમાપન થઈ હતી. એકતા દોડમાં કાર્યવાહક અધ્યક્ષ

આઇ.કે.જાડેજા સાથે સાંસદ ર્ડા. મહેન્દ્ર મુંજપરા, દૂધરેજ નગરપાલિકાના ચીફ ઓફીસર

સંજય પંડયા, ધારાસભ્‍ય ધનજી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરૂ, પ્રાંત અધિકારી વિજય પટ્ટણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શૈલેષ શાહ, જિલ્લા રમત ગમત અધિકારી

બળવંતસિંહ ચૌહાણ, અગ્રણી સર્વ વીપીન ટોળીયા, જગદીશ મકવાણા, વિરેન્દ્ર આચાર્ય, અધિકારી-પદાધિકારીઓ, વિવિધ સામાજીક-સ્‍વૈચ્છિક મંડળો, સીનીયર સીટીઝન, નગરપાલિકાઓના સભ્‍યઓ, મિડીયાકર્મીઓ તથા વિવિધ સમાજના આગેવાનો-કાર્યકરો અને સમાજશ્રેષ્‍ઠીઓ વિશાળ

સંખ્યામાં જોડાયા હતા.

Next Story