Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : “વિશ્વ માલધારી દિન” નિમિત્તે માલધારી સમાજ દ્વારા યોજાઇ વિશાળ બાઈક રેલી

સુરેન્દ્રનગર : “વિશ્વ માલધારી દિન” નિમિત્તે માલધારી સમાજ દ્વારા યોજાઇ વિશાળ બાઈક રેલી
X

તા. 26 નવેમ્બરના રોજ “વિશ્વ

માલધારી દિન” નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડ

ખાતેથી માલધારી સમાજ દ્વારા વિશાળ

બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

માલધારી સમાજ દ્વારા યોજાયેલ બાઇક રેલીમાં માલધારી સમાજના ભરવાડ, રબારી, ચારણ, આહિર સહિત મોટી સંખ્યામાં માલધારી યુવકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. શહેરમાં આકર્ષણનું કેન્દ્ર સાથે બાઇક રેલી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોચી હતી.

સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને અતિવૃષ્ટિની સ્થિતિમાં ઘાસચારો દાણ મોંઘું થતાં પેકેજ જાહેર કરવા તેમજ પેશકદમી થયેલ ગૌચર જમીનને ખુલ્લી કરવા સહિતની બાબતે આવેદન પત્ર પાઠવીને રજુઆત કરી હતી.

Next Story