Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ૪૦ દિવ્યાંગ બાળકોએ માત્ર ૧૫ દિવસમાં જ બનાવી ૧૨૦૦ નંગ રાખડી

સુરેન્દ્રનગર : ૪૦ દિવ્યાંગ બાળકોએ માત્ર ૧૫ દિવસમાં જ બનાવી ૧૨૦૦ નંગ રાખડી
X

સુરેન્દ્રનગર શહેરમાં દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડીઓનું પ્રદર્શન તેમજ વેચાણનું આયોજન કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર શહેરમાં આવેલ વિવિધ તાલુકાઓની અલગ અલગ શાળાઓના દિવ્યાંગ બાળકો દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે અવનવી રાખડીઓ બનાવમાં આવી છે. ૪૦ જેટલા દિવ્યાંગ બાળકોએ છેલ્લા ૧૫ દિવસની મહેનત બાદ ૧૨૦૦ જેટલી રાખડીઓ બનાવી હતી. દિવ્યાંગ બાળકોને પ્રરેણાદાયી પ્રોત્સાહન મળી રહે તે માટે આ તમામ રાખડીઓને સુરેન્દ્રનગર શહેરની જનતા સમક્ષ પ્રદર્શન તથા વેચાણ અર્થે મુકવામાં આવી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106586,106587,106588,106589,106590,106591,106592"]

રાખડી બનાવવા માટે શિક્ષક મિત્રો દ્વારા બાળકોને ખૂબ જ ટ્રેનિંગ આપી સતત માર્ગદર્શન આપી રાખડીઓ બનાવવા આવી છે. આ તમામ રાખડીઓનું વેચાણ થયે આવેલ રકમનો ઉપયોગ દિવ્યાંગ બાળકો માટે જરૂરી સાધન અને ઉપયોગી ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજી પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી આર.ડી.પાચાણી, નિલેશ પરમાર, એલેશ પંડયા સહિત બી.આર.સી. ભવનની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story