Connect Gujarat
દેશ

સોનાના ઉંચા ભાવને કારણે અખાત્રીજ પર માંગમાં ઘટાડો થવાની શક્યતા

સોનાના ઉંચા ભાવને કારણે અખાત્રીજ પર માંગમાં ઘટાડો થવાની શક્યતા
X

સોનાની વધતી જતી કિંમતોને કારણે અખાત્રીજ પર સોનાની ખરીદીમાં મંદી જોવા મળી શકે છે. સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોતા ભારતના રોકાણકારો સોનુ ખરીદવામાં સાવધાની રાખી રહ્યા છે.

આ સપ્તાહમાં 10 ગ્રામ સોનાની કિંમત વધીને 30,000 સુધી પહોંચી ગઇ છે. જે ગત વર્ષની અખાત્રીજ કરતા 3000 રૂપિયા વધારે છે.

આ અંગે ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન શ્રીધર જીબીએ એક સમાચાર પત્રને જણાવ્યું હતું કે કિંમતો વધવાથી કદાચ સોનાની જ્વેલરીની માંગમાં તેજી નહી આવે પરંતુ ડાયમંડ જ્વેલરીમાં માંગ વધી રહી છે.

ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સ ઓછા વજનની જ્વેલરી ઓફર કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં ઉંચી કિંમતોના કારણે માંગ ઘટવાની શક્યતાઓ છે.

Next Story