Connect Gujarat
ગુજરાત

સોશ્યલ મીડિયામાં કૂળદેવીની અભદ્ર ટિપ્પણીના મામલે ગઢવી-બારોટ સમાજમાં નારાજગી

સોશ્યલ મીડિયામાં કૂળદેવીની અભદ્ર ટિપ્પણીના મામલે ગઢવી-બારોટ સમાજમાં નારાજગી
X

કુળદેવી સામે અભદ્ર ટીપ્પણી કરનાર તત્વો સામે સખત સજા કરવાની માંગ

ગઢવી, બારોટ અને ચારણ સમાજની કુળદેવી ગણાતી મોગલમાતા વિષે સોસીયલ મિડિયામાં અભદ્ર ટિપપણી થતા આ સમાજોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. ભરૂચ ખાતે આજરોજ ગઢવી, બારોટ અને ચારણ સમાજે જિલ્લા કલેકટરને આવેદન આપી તેમની કુળદેવી સામે અભદ્ર ટીપપણી કરનાર સામે સખત સજા કરવાની માંગ ઉઠાવી છે.

સોશ્યલ મીડીયામાં ફેસબુસ ઉપર મનીષ મંજુલા ભાટીયા નામના શખ્સના એકાઉન્ટ ઉપરથી ગઢવી, બારોટ, ચારણ અને અન્ય સમાજના કુળદેવી ગણાતા મોગલમાતા સામે અભદ્ર ટીપપણી કરાઇ હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઢવી બારોટ અને ચારણ સમાજના ભરુચ જિલ્લામાં વસતા લોકોમાં વિખ્યાત ભજનીક લક્ષ્મણબાપુ વાલોર, ગઢવી સમાજના આગેવાન રાજેશ ગઢવી, ધર્મેશ બારોટ, યુવરાજ બારોટ, ભરતભાઇ કાઠી અને જયદેવ ગઢવી સહિત મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યા મુજબ તેમની કુળદેવી સામે અભદ્ર ટીપપણીઓ કરાતા સમગ્ર સમાજની ધાર્મિક લાગણી દુભાઇ છે. આગામી દિવસોમાં કોઇપણ અધર્મી આવી ટિપપણીઓ ન કરે તે માટે મોગલમાતા સામે અભદ્ર ટીપપણી કરનારની વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરી તેની સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

કુળદેવી સામે અભદ્ર ટીપ્પણીને અમે સાંખી નહિં લઇએઃ રાજેશ ગઢવી, સમાજના આગેવાન અમારી કુળદેવી મોગલ માતાની સામે અભદ્ર ટીપપણી થઇ છે. તેને અમે સાંખી લઇશું નહિં. આ અભદ્ર ટીપપણીને લઇને સમાજમાં એક રોષ ઉભો થયો છે. એને લઇ કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સાત દિવસમાં અભદ્ર ટીપપણી કરનારને શોધી કાઢી તેની સામે કડક કાર્યવાહી કરવાની અમારી માંગ છે અને જા તેમ ન થાય તો ગઢવી, બારોટ, ચારણ, કાઠી સમાજ સહિતના સમાજો ઉગ્ર આંદોલનો છેડશે.

Next Story