Connect Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મશરૂમની વિવિધ બનાવટોથી પ્રવાસીઓના આકર્ષણ સાથે રોજગારીની તકો ઊભી થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મશરૂમની વિવિધ બનાવટોથી પ્રવાસીઓના આકર્ષણ સાથે રોજગારીની તકો ઊભી થશે
X

જિલ્લા પ્રસાશનની નવતર પહેલ

ખડગદા ગામે બાગાયત વિભાગ દ્વારા 50 જેટલા ખેડૂત ભાઇ-બહેનો માટે મશરૂમ અંગે ત્રિદિવસીય તાલીમ યોજીને મશરૂમની બનાવટ-વેંચાણ માટે પ્રોત્સાહિત કરાયાં. રૂા ૩૫૦૦/- થી રૂા. ૪૦૦૦/- હજારના ખર્ચ સામે આશરે રૂા. ૧૦ થી ૧૫ હજાર સુધીની આવક મેળવી શકાય છે.

વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથોસાથ સરકાર દ્વારા ફલાવર ઓફ વેલી ઉપરાંત વર્લ્ડ કલાસ જંગલ સફારીપાર્ક વગેરે જેવા આકાર પામી રહેલાં વિવિધ પ્રોજેકટોને લઇને દેશ વિદેશમાં થી આવતા પ્રવાસીઓના આકર્ષણ માટે મૂલ્યવર્ધન મશરૂમની વિવિધ વાનગી પ્રવાસીઓને મળે આ બનાવટો થકી સ્થાનિકકક્ષાએ રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા જિલ્લા પ્રસાશનદ્વારા એક નવતર પહેલ કરી ગરુડેશ્વર તાલુકાના ખડગદા ગામે બાગાયત વિભાગ દ્વારા 50 જેટલા ખેડૂત ભાઇ-બહેનો માટે મશરૂમ અંગે ત્રિદિવસીય તાલીમ યોજીને મશરૂમની બનાવટ-વેંચાણ માટે પ્રોત્સાહિત કરાયાં અને માંડ 4000 હજારના ખર્ચ સામે આશરે 10 થી 15 હજાર સુધીની આવક મેળવી શકાય છે, તેવી વ્યવસ્થા કરી છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="103356,103357,103358,103359"]

જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના માર્ગદર્શન તેમજ નર્મદા જિલ્લા બાગાયત વિભાગના નાયબ નિયામક ડો. સ્મિતાબેન પિલ્લાઇની રાહબરી હેઠળ ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામે પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે “મશરૂમની ખેતી” સ્થાનિક લોકોને તેમના ગામમાંજ આશરે 50 જેટલાં ખેડૂત ભાઇ-બહેનોને તાલીમ અપાઇ હતી. આ તાલીમ દરમિયાન ગામના દંપતિ સુરેશભાઇ તડવી અને પુજાબેન તડવીના ઘરમાં પ્રાયોગિક રીતે 10 થી 12 સિલીન્ડર મશરૂમના તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેમાં25 દિવસ બાદ મશરૂમનો પાક મળવાનો શરૂ થયો હતો તેવી જ રીતે કેવડીયા નજીકના ઝરવાણી ગામના ખેડૂતોને પણ આ પ્રકારની તાલીમ અપાઇ છે. આમ સ્ટેચ્યુ ના અંજુબજુના તમામ ગામોમાં આ મશરૂમ ની તાલીમ આપી સ્થાનિક રહીશોને તૈયાર કરાશે। જે મશરૂમ ફૂડ કોર્ટ માં વિવિધ ચટાકેદાર વાનગી ની લિજ્જત પ્રવાસીઓ માનસે।

1 કિલોગ્રામ બિયારણમાંથી ઓછામાં ઓછી 5 કિલોગ્રામ ફ્રેશ મશરૂમ અને વધુમાં વધુ 10 કિલોગ્રામ જેટલું મશરૂમ ત્રણ માસ દરમિયાન ઉત્પાદન મેળવી શકાય છે. ખેડૂત જો વ્યકિતગત રીતે અલગ અલગ જગ્યાએ જઇને મશરૂમનું વેંચાણ કરે તો તાજા મશરૂમનો પ્રતિ કિલોગ્રામનો ભાવ 200 રિપિયા જેવો મળી રહે છે જયારે એક જ જગ્યાએ જથ્થાબંધ વેંચાણ કરે તો રૂા.80 થી રૂા.100 નો ભાવ પ્રતિ કિલોગ્રામે મળી રહે છે. 15 x 10 ફૂટના સ્ટાન્ડર્ડ સેટઅપની અંદર મશરૂમની ખેતી જો કરવામાં આવે તે માટેની જરૂરી સામગ્રી સહિતના રૂા. 3500 ના ખર્ચ સામે ઓછામાં ઓછી રૂા. 10 હજાર અને વધુમાં વધુ રૂા. 15 હજારની સુધીની આવક મેળવી શકાય છે

Next Story