Connect Gujarat
દેશ

સ્ટેટ બેંકમાં હવે જૂની ફાટેલી નોટ બદલવાનો પણ ચાર્જ લાગશે

સ્ટેટ બેંકમાં હવે જૂની ફાટેલી નોટ બદલવાનો પણ ચાર્જ લાગશે
X

ભારતીય સ્ટેટ બેન્ક ફરી એક વખત સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે, બેન્ક હવે જૂની અને કપાયેલી - ફાટેલી નોટ બદલાવાથી માંડી બેઝિક સેવિંગ ડિપોઝીટ એકાઉન્ટમાંથી નાણાં ઉપાડના વ્યવહારના ચાર્જને મોંઘો કરવા જઈ રહી છે, નવો નિયમ 1 લી જૂન થી લાગુ કરવાની તૈયારી છે.

કપાયેલી ફાટેલી અને ભીંજાયેલી દરેક નોટ પર બેન્ક બે રૂપિયાથી માંડી પાંચ રૂપિયાનો ચાર્જ લેશે, આ ચાર્જ 20 થી વધુ નોટ હોવા અને તેનું મૂલ્ય 5000 રૂપિયાથી વધુ હોય ત્યારે લેવામાં આવશે, બેન્ક પોતાના બેઝિક સેવિંગ્સ ડિપોઝીટ એકાઉન્ટ ધારક માટે સર્વિસ ચાર્જના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે, તે અંતર્ગત મફતમાં રોકડ ઉપાડ મર્યાદા ચાર રહેશે, જેમાં એટીએમમાંથી કરવામાં આવેલ નાણાંકીય લેવડદેવડ પણ સામેલ હશે, એટલે કે જો કોઈ ગ્રાહક ચારથી વધુ વખત બ્રાંચ અને એટીએમમાંથી રોકડ રકમ ઉપાડે છે તો તેણે વધારાનો ચાર્જ આપવો પડશે, દરેક નાણાંકીય લેવડ દેવડ ઉપર 20 રૂપિયા આપવા પડશે.

નાણાંકીય લેવડ દેવડ એસબીઆઇના એટીએમથી કરવામાં આવશે તો તેની ઉપર 10 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે, સાથે સર્વિસ ટેક્સ અલગથી લેવામાં આવશે,તો બીજી બેન્કના એટીએમથી વધારાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે,તો ટ્રાન્ઝેકશન દીઠ 20 રૂપિયા ચાર્જ અને વધારાનો સર્વિસ ચાર્જ લાગશે.

Next Story