Connect Gujarat
ગુજરાત

સ્ત્રીભ્રુણ હત્યાના કેસમાં પોલીસે પુરાવાનો નાશ ​​કરી બેદરકારી દાખવતા ન્યાય ન મળ્યાનો પિડિતાનો આક્ષેપ

સ્ત્રીભ્રુણ હત્યાના કેસમાં પોલીસે પુરાવાનો નાશ ​​કરી બેદરકારી દાખવતા ન્યાય ન મળ્યાનો પિડિતાનો આક્ષેપ
X

પિડિતાએ સી.બી.આઇ. તપાસની માંગ કરી

મૂળ આમલીપુરા–આમોદની મહિલાએ તેના પતિ દિપકુમાર બાબુભાઇ સહિતના સાસરીયાઓ સામે ર૦૧૩માં સ્ત્રીભ્રુણ હત્યાનો કેસ કર્યો હતો. જે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા હતા. ત્યારબાદ ઉપલી કોર્ટમાં ન્યાય માંગવા જતા ત્યાં પણ આરોપીઓને નિર્દોષ છોડી દેવાયા હતા. જેમાં પીડીતાએ પોલીસ પર પુરાવાઓનો નાશ કરી કેસને લુલો કરી ફરીયાદીની વિરુધ્ધમાં નિવેદનો આપ્યા હોવાનો આક્ષેપ કરી પોલીસની કામગીરી સામે સીબીઆઇ તપાસની માંગ ઉઠાવી છે.

ઉલ્લેખનીય છે કે પીડીતાએ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે ફરિયાદ કરી તપાસની માંગ ઉઠાવી હતી જેમાં નર્મદા જિલ્લાના પોલીસવડાએ પણ તપાસનો આદેશ આપ્યો હતો છતાં પોલીસ અમલદારોએ કોઇ કાર્યવાહી કરી ન હતી. પિડિતાની ફરીયાદને આધારે તપાસ કરવાના સ્થાને જંબુસર પોલીસે પિડિતા આત્મવિલોપણ કરવાની ચીમકી પણ આપી હોવાના ઓથા હેઠળ પીડીતાની જ અટકાયત કરવાની કાયદેસરની કાર્યવાહી કરતા ખુદ પોલીસ વિવાદમાં સપડાઇ છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પિડિતાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આત્મવિલોપનની ચીમકી આપી ન હતી. છતાં પોલીસે મનસ્વી રીતે આત્મવિલોપનો કિસ્સો પણ પિડિતાએ ઘડયો છે.

Next Story