Connect Gujarat
Featured

સ્પેનમાં વિનાશકારી કોરોના વાઇરસનો કહેર ફેલાયો, રાત્રી દરમિયાન 700 ના મોત

સ્પેનમાં વિનાશકારી કોરોના વાઇરસનો કહેર ફેલાયો, રાત્રી દરમિયાન 700 ના મોત
X

વિશ્વ્ ભરમાં કોરોના વાઇરસ પગ પેસારો કરી રહ્યો છે અને કોરોના પોઝીટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વિનાશક વાયરસને લઇને સ્પેનમાંથી ચિંતાજનક ખબર સામે આવી છે. અહીં એક જ રાતમાં કોરોનાગ્રસ્ત 700થી વધારે દર્દીઓએ દમ તોડ્યો છે. સ્પેનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 3434ને પાર થઇ ગયો છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 49,500 ને પાર થઇ ચૂકી છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. સ્પેનની રાજધાનીમાં અત્યાર સુધી 1530 થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે 5400થી વધારે સ્વાસ્થ કર્મચારીઓ પણ દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાયરસના ઝપેટામાં આવી ગયા છે.

ચીનના વુહાનમાં બસ સેવા ચાલુ કરવામાં આવી

સ્પેનમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સેના પણ કાર્યરત છે, પરંતુ કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ ચીનમાં વિદેશોથી આવેલા લોકોમાં કોરોનાગ્રસ્ત 47 નવા કેસો સામે આવ્યા છે. જોકે ચીનના વુહાનમાં સ્થિતિ કાબૂમાં આવતા બસ સેવા ચાલુ કરવામાં આવી છે. અહી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી, ચીનની સરકાર કોરોના વાયરસ અને મહામારી પર કાબૂ મેળવી ચૂકી હોવાનો દાવો કરી રહી છે.

Next Story