Connect Gujarat
ગુજરાત

સ્પોર્ટસ્ ટીચરને સગીરા સાથે થયો પ્રેમ, સુરતથી ભરૂચ આવી ટ્રેન નીચે પડતું મુક્યું

સ્પોર્ટસ્ ટીચરને સગીરા સાથે થયો પ્રેમ, સુરતથી ભરૂચ આવી ટ્રેન નીચે પડતું મુક્યું
X

સુરતનાં પરિણિત યુવકે સગીરા સાથે આપઘાત કરતાં પહેલાં પત્નીને કર્યો અંતિમ વોટ્સએપ

ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ચાવજ ગામ પાસેની રેલવે ફાટક પાસે ગત રોજ સવારના સમયે પરિણિત યુવક.અને તેની સગીર પ્રેમિકાએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતાં ભારે ખળભળાટ મચ્યો હતો. યુવક સુરતના વાવ વિસ્તારનો ૨૮ વર્ષીય હરેશ કલાલ વાઢેર નામ ધરાવતો હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. જે સુરતમાં વાવ-કામરેજ વિસ્તારની એક શાળાનો સ્પોર્ટસ ટીચર હોવાની પોલીસ તપાસમાં પ્રાથમિક જાણકારી મળી હતી.

મૃતક સગીરા કામરેજ ચાર રસ્તા નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી હોવાની હકીકત પોલીસ તપાસમાં બહાર આવી હતી. વધુમાં સમગ્ર આપઘાતની ઘટના બાદથી ચાલેલી લોક ચર્ચા મુજબ મરનાર યુવકે તેની પત્નીને આપઘાત કરતાં પહેલાં વોટ્સએપ મેસેજ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તો સમગ્ર મામલા અંગે પ્રેમપ્રકરણમાં આ યુવક અને સગીરાએ આપઘાત કર્યો હોવાની જાણકારી મળી રહી છે. સમગ્ર મામલે પોલીસ તપાસમાં યુવકના ખિસ્સામાંથી ભરૂચ રેલવે પાર્કિગની પાવતી પણ મળતાં તેની બાઈક મળતાં પાવતીના આધારે યુવકની ઓળખ થઈ હતી.

જાણવા મળ્યું છે કે, મૃતક યુવાન સગીર પ્રેમિકા સાથે ભરૂચ સુધી બાઈક કે એક્ટિવા જેવું વાહન લઇને આવ્યા હતા. બાદમાં રેલવેનાં વાહન પાર્કિગમાં મૂકી ટ્રેનમાં ચાવજ સુધી ગયા હતા. ત્યાંથી થોડે સુધી ચાલતાં જ રેલવે ટ્રેક ઉપર જઈ પત્નીને વોટ્સએપ ઉપર પોતાને હવે નહીં જુએ તેવો મેસેજ પણ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી જેની જાણ બપોરે 2.30 ની આસપાસ પોલીસને થતાં સી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે મૃતક યુવક અને સગીરાની લાશને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story