Connect Gujarat
સમાચાર

સ્વતંત્રતા દિવસ પર બનાવો ત્રિરંગી પુલાવ

સ્વતંત્રતા દિવસ પર બનાવો ત્રિરંગી પુલાવ
X

સામગ્રી :-

- 1 કપ ચોખા

- ¼ કપ વટાણા

- ¼ કપ ફણસી

- 2 ચમચી સમારેલો ફુદીનો

- સ્વાદાનુસાર મીઠું

- 1 ચમચી ઘી

- ¼ કપ ફ્લાવર

- લીંબુના ટીપાં

- ¼ કપ ગાજર

- ¼ ટામેટા

- 1 ચમચી છીણેલું કોપરું

- 2 ચમચી કોથમીર

- 3 થી 4 લીલા મરચા

બનાવવાની રીત :-

1) પહેલા બધા શાક જુદા જુદા ઝીણા સમારી બાફવા.

2) પછી ચોખામાં મીઠું નાખી છુટ્ટા રહે તેમ બાફીને ચારણીમાં કાઢી લેવા અને તેના ત્રણ ભાગ કરવા.

3) એક ભાગ લઇ તેને ઘીમાં મૂકી તપેલામાં ચોખા વઘારી તેમાં ફ્લાવર નાખી લીંબુ નીચોવી ઉતારી લેવું.

4) બીજો ચોખાને ભાગ ઘીમાં મૂકીને વાઘરી તેમાં ગાજર, બાફેલા ટામેટાનો રસ નાંખી ઉતારી લેવું.

5) ત્રીજો ચોખાનો ભાગ ઘી મૂકી વાઘરી તેમાં વટાણા, ફણસી, ફુદીનો વાટેલો અને લીંબુ નીચોવવું

6) બધું તૈયાર થાય પછી એક ડીસ તૈયાર કરવી તેમાં પેલા લીલા રંગના ચોખા પાથરવા, બીજું પડ સફેદ ચોખાનું અને ત્રીજું ટામેટાનું રસાવાળું આમ ત્રણ પડ કરવા

7) ઉપરથી સમારેલ કોથમીર મરચા, છીણેલ કોપરું, ટામેટાના ટુકડા મુકવા

Next Story