Connect Gujarat
દુનિયા

સ્વર્ગ જેવું દેખાય છે આ શહેર, ધરતી પર કુદરતે પુરેલા રંગોનો આકાશી નજારો

સ્વર્ગ જેવું દેખાય છે આ શહેર, ધરતી પર કુદરતે પુરેલા રંગોનો આકાશી નજારો
X

રશિયાના કેપિટલ મોસ્કો શહેરની ફોટોગ્રાફર ડીમિટ્રી ચિસ્ટોપ્રુદોવે આકાશમાંથી લીધેલી નયનરમ્ય તસવીરો

ધરતી ઉપર એવાં કેટલાંય સ્થળો છે જે ખરેખર કુદરતની દેનનો અહેસાસ કરાવી જાય છે. કુદરતે જાણે પીંછી ફેરવી કલર પૂર્યાં હોય તેવો આહલાદક નજારો સ્વર્ગની અનુભૂતિ કરાવી જાય છે. કનેક્ટ ગુજરાતનાં વાચકો સમક્ષ એવા જ એક શહેરની આહલાદક તસવીરો પ્રસ્તુત કરી રહ્યું છે. આ નયનરમ્ય તસવીરો જોતાં કુદરતની કળાની પ્રસંશા કર્યા વિના રહી નહીં શકો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="46487,46488,46489,46490,46491,46492,46493,46494"]

રશિયા અને અમેરિકા વચ્ચે હાલ તણાવ ચરમસીમાએ છે. હકીકત જે હોય તે પરંતુ પુતિન સરકારના શાસનમાં રશિયાએ સંરક્ષણ ક્ષેત્રથી લઈને ટેક્નોલોજી સુધી તમામ ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો હોવાનો દાવો છે. વિકાસ સાથે રશિયાની રાજધાની મોસ્કો કોંક્રિટના જંગલોમાં પણ કલરફુલ નજરે પડે છે.

ફોટોગ્રાફર ડીમિટ્રી ચિસ્ટોપ્રુદોવે આકાશમાંથી રશિયાની રાજધાની મોસ્કોના કેટલાક ફોટો લીધા છે. જેની સુંદરતા જોઈને કોઈપણ વ્યક્તિ આહ...! પોકારી જાય. મિસ્ટ્રી શહેર તરીકે ઓળખાતા મોસ્કો શહેરના આ ફોટો ભાગ્યે જ તમે જોયા હશે...

Next Story