Connect Gujarat
દેશ

સ્વેદશી પ્રશિક્ષણ વિમાન એચટીટી-40એ કર્યુ તેનું પ્રથમ ઉડ્ડયન

સ્વેદશી પ્રશિક્ષણ વિમાન એચટીટી-40એ કર્યુ તેનું પ્રથમ ઉડ્ડયન
X

ભારતમાં બનેલા બેઝિક એર ટ્રેનર એરક્રાફ્ટ હિન્દુસ્તાન ટર્બો ટ્રેનરે 17 જૂન, 2016ના રોજ પોતાનું પ્રથમ ઉડ્ડન કર્યું હતું.

આ એરક્રાફ્ટના પહેલા ઉડ્ડયનના પ્રસંગે રક્ષામંત્રી મનોહર પર્રિકર પણ હાજર રહ્યા હતા. બે સીટો ધરાવતા આ વિમાનની ડિઝાઇન હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

એચટીટી-40ના નામે જાણીતા આ વિમાનને ગૃપ કેપ્ટન સી.સુબ્રમણ્યમ અને કેપ્ટન વેણુગોપાલે 10થી 15 મિનિટ માટે ઉડાડ્યું હતું.

આ ખાસ વિમાનનો ઉપયોગ સેનાની ત્રણેય વિંગમાં ફ્લાઇંગ કેન્ડિડેટ્સના પહેલા તબક્કાની તાલીમ માટે કરવામાં આવશે. ભારતીય વાયુ સેનામાં 70 એચટીટી-40નો સમાવેશ કરવામાં આવશે તેવા અહેવાલ છે.

Next Story