Connect Gujarat
દેશ

હવેથી આઈ.ટી.બી.પી માં તમામ જવાનોનો ઉજવાશે જન્મ દિવસ

હવેથી આઈ.ટી.બી.પી માં  તમામ જવાનોનો ઉજવાશે જન્મ દિવસ
X

ભારત અને ચીનની સંયુક્ત સરહદ સંભાળતા તેમજ દેશમાં પણ નક્સલ વિરોધી સશસ્ત્ર સંઘર્ષમાં ફરજ બજાવતા સુરક્ષા દળ ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસે (આઈ.ટી.બી.પી.) એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે ઓ હવે દરેક જવાનનો જન્મ દિવસ તેમના ફરજના સ્થળે તેમના કાર્યાલય પર સંયુક્ત રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે.

તે નિર્ણય અનુસાર જેનો જન્મ દિવસ હોય તે જવાનને અર્થે દિવસ રજૂ મળશે. વળી તે રજા દરમિયાન પોતાના મન ગમતા વસ્ત્રોમાં ઉજવણીમાં હાજર રહી શકશે. આ ઉજવણી દરમિયાન અધિકારીઓ તે જવાનને બૂકે ભેટ આપશે. કેક કાપીને બાકીના જવાનો તેને જન્મ દિવસની વધાઈ પણ આપશે

પંજાબના પતિયાલા યુનિટની ૫૧મી બટાલિયનના કાર્યાલયના નોટિસ બોર્ડ પર આ જાણકારી મુકાઈ છે. તેમાં સ્પષ્ટતા કરાઈ છે કે સુખ હંમેશા વહેંચવાથી વધે છે. આ પ્રકારે જવાનોમાં ઘરેલું વાતાવરણ ઉભુ કરવાથી જવાનોની નૈતિક હિંમતમાં ઉમેરો થશે

Next Story