Connect Gujarat
દેશ

હવે મોટુ ઘર ખરીદવા માટે પણ સબસીડી આપશે મોદી સરકાર

હવે મોટુ ઘર ખરીદવા માટે પણ સબસીડી આપશે મોદી સરકાર
X

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૩૩%નો વધારો કર્યો

જો તમારી વાર્ષિક આવક ૧૮ લાખ સુધી હોય અને તમે ત્રણ અથવા ચાર બેડરૂમવાળો ૨૧૦૦ ચો.ફૂ.નો ફ્લેટ અથવા ઘર ખરીદવા માગો છો તો હવે તમને પણ રૂ. ૨.૩૦ લાખની વ્યાજ સબસીડી મળશે. મોદી સરકારે હવે નવું ઘર ખરીદતા લોકો માટે મોટા ઘરનો વિકલ્પ પણ ખોલી નાખ્યો છે. મંગળવારે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મધ્યમ આવક સમૂહ(MIG) માટે વડાપ્રધાન આવાસ યોજના(PMY) અંતર્ગત વ્યાજ સબસિડીનો લાભ મેળવવાપાત્ર ઘરોના કાર્પેટ એરિયામાં ૩૩% જેટલો વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે ક્રેડિટ લિંક સબસિડી યોજનાના(CLSS) ક્ષેત્રમાં આવતા મધ્યમ આવક સમૂહની પહેલી કેટેગરી MIG-૧ ઘરનો કાર્પેટ એરિયા વધારીને ૧૬૦ ચો.મી. અને MIG-૨ કેટેગરીના ઘરનો કાર્પેટ એરિયા વધારીને ૨૦૦ ચો.મી. કરી દીધો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી MIG-૧ કેટેગરીના ઘરમાં ૧૨૦ ચો.ફૂટ કાર્પેટ એરિયા અને MIG-૨ કેટેગરીના ઘરમાં ૧૫૦ ચો. ફૂટ કાર્પેટ એરિયા નક્કી કરવામાં આવ્યો હતો. મોદી સરકારની ક્રેડિટ લિંક સબસિડી યોજના અંતર્ગત MIG-1 કેટેગરીના ખરીદદારોને ૨.૩૫ લાખ રૂપિયા અને MIG-૨ કેટેગરીના ઘર ખરીદદદારોને ૨.૩૦ લાખ રૂપિયા સબસિડીનો સીધો ફાયદો મળે છે.

હકીકતમાં સરકારે ગત વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન આવસ યોજના એવા લોકો માટે લાગૂ કરી હતી જેમની વાર્ષિક આવક ૬-૧૨લાખ રૂપિયા હોય અને બીજી શ્રેણીમાં ૧૨-૧૮ લાખ રૂપિયા વાર્ષિક આવક હોય. જે પૈકી ૬-૧૨ લાખ વાર્ષિક આવક ધાવતા લોકોને સરકારે MIG-૧ કેટેગરીમાં રાખ્યા હતા. આ લોકો માટે સ્કીમ એ રીતે હતી કે જો આ કેટેગરીમાં આવતા લોકો લોન દ્વારા ઘર ખરીદે છે તો તેમની લોનની કુલ રકમના નવ લાખ રૂપિયા પર જે પણ વ્યાજ લાગશે તે પૈકી ૪% વ્યાજ સરકાર સબસિડીના રૂપમાં આપશે.

આ જ રીતે બીજી શ્રેણીના લોકો માટે એ નક્કી કરવામાં આવ્યું હતું કે જો તેઓ લોન લઈને મકાન ખરીદે છે તો ૧૨ લાખ રૂપિયા સુધીની રકમના વ્યાજ પર ૩% વ્યાજ સબસિડી રૂપે સરકાર ચૂકવશે. હવે નવા નિયમ મુજબ વાર્ષિક ૬-૧૨લાખ આવક ધરાવતા MIG-૧ કેટેગરીના લોકો ૧૬૦ચો.મીટર(1722 ચો.ફૂ.)નો ફ્લેટ કે ઘર ખરીદી પર આ સબસિડી મેળવી શકશે. જયારે 12-18 લાખ સુધીની આવક ધરાવતા MIG-૨ કેટેગરીના લોકો હવે ૨૦૦ ચો.મીટર(૨૧૫૩ ચો.ફૂ.)નો ફ્લેટ ખરીદીને પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

Next Story