Connect Gujarat
ગુજરાત

હવે વાહનોના પસંદગીના નંબર ઓનલાઇન મળશે

હવે વાહનોના પસંદગીના નંબર ઓનલાઇન મળશે
X

હવે વાહનોના પસંદગીના નંબર ઓનલાઇન જ મળશે. આરટીઓ કચેરીમાં જઇ મેન્યુઅલી સિસ્ટમથી રોકડ ભરી પસંદગીના નંબર મેળવવાની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. તેથી પસંદગીના નંબર લેવા ઇચ્છતા વાહનમાલિકોએ ઓનલાઇન રૃપિયા ભરી નંબર મેળવવાનો રહેશે.

પસંદગીના નંબર માટે વાહનમાલિકે વ્હીકલ ખરીદ્યા બાદ સાત દિવસમાં ઓનલાઇન CNA ફોર્મ ભરી દેવાનું રહેશે. જે વાહનમાલિકે સાત દિવસની અંદર NCA ફોર્મ ભર્યું હશે તે જ પસંદગીના નંબર મેળવવા માટે લાયક ગણાશે. જો કોઇપણ કારણોસર CNA ફોર્મ ભરવાનું રહી જશે તો પસંદગીનો નંબર લઇ શકાશે નહીં. ઉપરાંત CNA ફોર્મ ભર્યાના ૬૦ દિવસની અંદર વાહનમાલિકે નંબર લેવાનો રહેશે. જો ૬૦ દિવસમાં પસંદગીનો નંબર લેવામાં નહીં આવે તો સિસ્ટમ દ્વારા તેને રુટિન નંબર જ ફાળવાશે.

પસંદગીના નંબર ઓનલાઇન જ ફાળવવા રાજ્યના તમામ આરટીઓને સૂચના આપી દેવામાં આવી છે. અત્યાર સુધી દરેક આરટીઓ કચેરીમાં સિલ્વર-ગોલ્ડન નંબર સિવાયના પસંદગીના નંબર કચેરીમાં રોકડ રૃપિયા ભરી ફાળવી દેવાતા હતા. પરંતુ હવે નંબર માટે કચેરીમાં રોકડ સ્વીકારવાનું સદંતર બંધ કરી દેવાયું છે. જેથી દરેક વાહનમાલિકોએ પસંદગીના નંબર માટે ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. વાહનમાલિકોએ ગોલ્ડન-સિલ્વર કેટેગરી સિવાયના નંબર પેટે ટુવ્હીરલના ૧૦૦૦ અને ફોર વ્હીલરના ૫૦૦૦ રૃપિયા પણ ઓનલાઇન ભરવાના રહેશે.

Next Story