Connect Gujarat
ગુજરાત

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવું થયું વધુ સેહલું જાણો કેમ

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવું થયું વધુ સેહલું જાણો કેમ
X

રેલવે વિભાગ દ્વારા ડભોઇ-ચાંદોદની 49.75 કિમી લાંબી રેલવે લાઇનના ગેજ કન્વર્ઝન નો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ આ રેલવે લાઇનને નર્મદા જિલ્લાની કેવડિયા કોલીની સુધી લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જે આ વખતના યુનિયન બજેટમાં વડોદરા ડિવિઝન માટે ફાળવવામાં આવેલ સાત પ્રોજેક્ટ માનો એક છે.

આ નવા રેલવે જોડાણથી નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેનો સંપર્ક સરળ બનશે. હાલમાં વડોદરા થી ડભોઇ બ્રોડગેજ રેલલાઇન મારફતે જોડાયેલ છે અને ડભોઇ થી ચાંદોદ સુધી નેરોગેજ રેલલાઇન છે.

વડોદરા રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અમિત કુમાર સિંહે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત નેરોગેજ લાઈનને બ્રોડગેજ કરીને તેને કેવડિયા કોલીની સુધી લંબાવવામાં આવશે અને આ માટે રૂ 691.84 કરોડ પણ બજેટમાં મંજુર કરવામાં આવ્યા છે.

Next Story