Connect Gujarat
ગુજરાત

હાંફેશ્વર પાણી પુરવઠા યોજના આગામી ત્રણ થી ચાર માસમાં કાર્યરત થશે

હાંફેશ્વર પાણી પુરવઠા યોજના આગામી ત્રણ થી ચાર માસમાં કાર્યરત થશે
X

પ્રતિબધ્ધતા સાથે પ્રયત્ન કરનાર વ્યક્તિ જીવનમાં હંમેશ સફળ થતી હોય છે. અભાવો વચ્ચે પણ લક્ષ પ્રાપ્ત કરી શકાય છે અને તેના કંઈક કઉદાહરણો સમાજમાં આપણે જોઈ શકીએ છીએ તેમ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગમાણી

ગામે શ્રધ્ધાદીપ આશ્રમ શાળા ખાતે શિક્ષણ ચિંતન વાલી સંમેલનનું કુંવરજી બાવળીયાએ

ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડુંગરાળ વિસ્તાર એવા ઘોઘંબા તાલુકામાં

આગામી ત્રણ થી ચાર માસમાં હાંફેશ્વર પાણી પુરવઠા યોજનાને કાર્યાન્વિત કરાશે.

વધુમાં તેમણે પંચમહાલ

જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય યોગ્ય રીતે વિકસે, પશુપાલકોને વૈજ્ઞાનિક અને આધુનિક તકનીકી

જ્ઞાન તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે આગામી ડિસેમ્બર માસમાં જિલ્લા કક્ષાનો

પશુપાલન શિબિર જિલ્લામાં યોજાશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે હરીધામ સોખડાના

વડોદરાથી પધારેલા સ્વામીનારાયણ સંતોએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને

આશીર્વચનો પાઠવ્યા હતાં.

Next Story