Connect Gujarat
ગુજરાત

હાંસોટનાં મર્ડર સહિતનાં ગંભીર ગુનાનાં આરોપી પિન્ટુ ખોખરનાં સાત દિવસનાં રિમાન્ડ મંજુર કરતી કોર્ટ

હાંસોટનાં મર્ડર સહિતનાં ગંભીર ગુનાનાં આરોપી પિન્ટુ ખોખરનાં સાત દિવસનાં રિમાન્ડ મંજુર કરતી કોર્ટ
X

હાંસોટમાં મર્ડર સહિતનાં ગંભીર ગુનાઓને અંજામ આપનાર પિન્ટુ ખોખરની વડોદરા આરઆરસેલે પુના ખાતે ધરપકડ કર્યા બાદ આરોપીને અંકલેશ્વરની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, અને પોલીસ દ્વારા તેના સાત દિવસનાં રિમાન્ડ મેળવામાં આવ્યા હતા.

હાંસોટનાં ચકચારી શાબીર કાનુગાની હત્યા સહિત રાયોટીંગ, ફાયરિંગ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપનાર પિન્ટુ ખોખરની વડોદરા રેન્જ આરઆરસેલ દ્વારા પુના ખાતે થી ધરપકડ કરવામાં આવી હતી. અને આરોપીને ભરૂચ પોલીસને હવાલે કરી દીધો હતો.

ભરૂચ પોલીસ દ્વારા પિન્ટુ ખોખરને અંકલેશ્વરની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, અને કોર્ટ સમક્ષ આરોપીનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, કોર્ટે આરોપી પપ્પુ ખોખરનાં સાત દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.

Next Story