Connect Gujarat
ગુજરાત

હાંસોટમાં દરિયાઈ તુફાનમાં લાપતા યુવનોની શોધખોળ માટે પરિવારજનોએ મામલતદારને આવેદન પાઠ્યુ

હાંસોટમાં દરિયાઈ તુફાનમાં લાપતા યુવનોની શોધખોળ માટે પરિવારજનોએ મામલતદારને આવેદન પાઠ્યુ
X

હાંસોટ વમલેશ્વરની ૨ બોટમાં ૪ યુવાનો લાપતા બન્યા હતા. ૩જી ડિસેમ્બરે પરિક્રમાવાસી દહેજ જાગેશ્વર ખાતે ઉતાર્યા બાદ પરત ફરતી વેળા યુવાનો લાપતા બન્યા હતા. ગુમ યુવાનોની શોધખોળ અંગે તેઓનાં પરિવારજનોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતુ.

૪ યુવાનો શોધવા જિલ્લા વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ ટીમ સધન શોધખોળ કરી રહી છે. પરિવારોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ૧૪ બોટ પરિક્રમાવાસી છોડવા માટે દરિયાઈ માર્ગે ગઈ હતી. જે પૈકી ૧૨ બોટ પરત ફરી હતી. ધુમ્મસનાં કારણે દિશા ભ્રમ થતા બોટ લાપતા બની હોવાનું અનુમાન લગાવાય રહ્યુ છે.

લાપતા બનેલા યુવાનોમાં રાઠોડ અજયભાઈ ધનસુખભાઈ, રાઠોડ વિપુલભાઈ મનસુખભાઈ, વસાવા વિમલભાઈ દલપતભાઈ, વસાવા રમેશ રવલાભાઈ તમામ રહે વમલેશ્વર હાંસોટનો સમાવેશ થાય છે.

પ્રાંત અધિકારી રમેશ ભગોરાએ જણાવ્યુ હતુ કે લાપતા બનેલા યુવાનોની બોટની સઘન શોધખોળ શરુ કરવામાં આવી છે.

જ્યારે ચાર દિવસથી દરિયામાં ગુમ થયેલા યુવાનોનાં કોઈ જ સઘળ ન મળતા તેમનાં પરિવારજનોએ હાંસોટ મામલતદાર જે.એચ. રાઠવાને આવેદન પત્ર પાઠવીને સ્પીડ બોટ તેમજ હેલીકોપટરની મદદ થી ગુમ થયેલા યુવાનોની શોધખોળ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Next Story