Connect Gujarat
ગુજરાત

હાંસોટ : આંકલવા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન –ગણિત-પર્યાવરણ પ્રદર્શનની મુલાકાત લેતાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ

હાંસોટ : આંકલવા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન –ગણિત-પર્યાવરણ પ્રદર્શનની મુલાકાત લેતાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ
X

વિધાર્થીઓમાં રહેલી જિજ્ઞાસાવૃતિને ઉજાગર કરવા આવા પ્રદર્શનો આવકારદાયક છે.- મંત્રી ઇશ્વરસિંહ પટેલ

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન- ભરૂચ, તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ- ભરૂચ અને બી.આર.સી- હાંસોટ આયોજિત ભરૂચ જિલ્લાકક્ષાનું વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શન તા.૪ થી ૬ ઓકટોબર-૨૦૧૮ દરમ્યાન હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આંકલવા ખાતે યોજાતાં રાજયના સહકાર વિભાગના રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રદર્શનની આજે મુલાકાત લીધી હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન- ભરૂચના પ્રાચાર્ય બી.પી.ગઢવી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, સરપંચ, આંકલવા સહિત સંધના હોદેદારો, વિવિધ શાળાના કન્વીનરો ઉપસ્થિત રહયા હતા.

[gallery size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="હાંસોટ : આંકલવા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન –ગણિત-પર્યાવરણ પ્રદર્શનની મુલાકાત લેતાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ" ids="67896,67897,67898,67899,67900,67901,67902,67903"]

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે જ્ઞાન - વિજ્ઞાન અને હરિફાઇના યુગમાં ગામડાનું બાળક કેવી રીતે ટકી શકે તેવા આશયથી આવા કાર્યક્રમનું આયોજન થાય છે તેને બિરદાવતા વિધાર્થીઓમાં રહેલી જિજ્ઞાસાવૃતિને ઉજાગર કરવા આવા પ્રદર્શન બિરદાવ્યો હતો.તેમણે રાજય સરકારની અનેકવિધ યોજનાઓની સવિસ્તર માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિત સૌને હિમાયત કરી હતી. આ પ્રસંગે અન્ય મહાનુભાવો ધ્વારા પણ પ્રાસંગિક ઉદબોધન કરાયા હતા.

આ જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શનમાં મુખ્ય વિષય જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો, જેમાં પેટા વિષયોમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થય અને સ્વચ્છતા, સંશાધન વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાયન / ગાણિતિક નમુના નિર્માણ વગેરેમાં કુલ ૪૫ શ્રેષ્ઠ કૃતિઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધેલ છે.

પ્રારંભમાં જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શનમાં પ્રાથમિક શાળા - આંકલવાના આચાર્યએ સ્વાગત પ્રવચન કર્યું હતું. હાંસોટના બી.આર.સી.કો.ઓ હિતેશભાઇ પટેલે ગવિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શનની રૂપરેખા આપી હતી. આંકલવા પ્રાથમિક શાળા ધ્વારા પ્લાસ્ટિક મુકત કૃતિ રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્લાસ્ટિક મુકત ગુજરાતના સમુહ સંકલ્પ લેવામાં આવ્યા હતા. અંતમાં આભારવિધિ મ.શિ.પ્રા.શાળા - આંકલવાના રમણભાઇ બી.પટેલે ધ્વારા કરવામાં આવી હતી. પ્રારંભે પ્રાથમિક શાળા - આંકલવાના બાળકો ધ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ થયા હતા જયારે કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સમુહમાં ગાન થયું હતું.

જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શનના કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકો, વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Next Story