Connect Gujarat
ગુજરાત

હાંસોટ કાકા બા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

હાંસોટ કાકા બા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
X

હાંસોટ કાકા બા હોસ્પિટલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજવામાં આવી હતી. જેમાં હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ તથા સુરતનાં નિષ્ણાંત તબીબો દ્વારા ઉપસ્થિત દર્દીઓને માનદ સેવા આપી નિદાન તેમજ સારવાર કરીને મફત દવાઓ આપવામાં આવી હતી.

હાંસોટ કાકા બા એન્ડ કલાબુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડનાં સંયુક્ત ઉપક્રમે કાકા બા હોસ્પિટલ હાંસોટ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજવામાં આવી હતી. આ કેમ્પમાં હૃદય, આંખ, દાંત, બાળરોગ, પેશાબ અને પથરીનાં રોગ નાક કાન ગળા તથા પ્લાસ્ટીક સર્જરી જેવા રોગોનું નિદાન કરવામાં આવ્યુ હતુ.

[gallery td_select_gallery_slide="slide" ids="44101,44102,44103,44104,44105,44106,44107"]

શિબિરમાં હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, સુરતનાં નિષ્ણાંત તબીબો દ્વારા ઉપસ્થિત દર્દીઓની તપાસ કરી મફત દાવાઓ આપવામાં આવી હતી, તથા ડાયાબિટીસ અને અન્ય રોગનાં દર્દીઓને જરૂરિયાત મુજબ લોહી અને પેશાબની તપાસ મફત કરવામાં આવી હતી.

આ શિબિર દરમિયાન રાષ્ટ્રીય વિમા યોજનાનાં કાર્ડ ધરાવનારા દર્દીઓને તથા ગરીબ દર્દીઓને તદ્દન મફત ઓપરેશન કરવા માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય દર્દીઓને રાહતદરે ઓપરેશન કરાવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, નિઃશુલ્ક સારવાર નિદાન કેમ્પનો તાલુકા જિલ્લા અને જિલ્લા બહારના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિબિરનો લાભ લીધો હતો.

કાકા બા હોસ્પિટલનાં કોર્ડીનેટર ડો. ભરત ચાપાનેરિયા દ્વારા કાકા બા હોસ્પિટલમાં અપાતી સેવાઓની માહિતી આપી શિબિરમાં ઉપસ્થિત તમામ તબીબોની માનદ સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Next Story