Connect Gujarat
સમાચાર

હાર્ટ એટેક આવતાં પહેલા શરીર આપે છે આવા સંકેતો, જાણવું જરૂરી...

હાર્ટ એટેક આવતાં પહેલા શરીર આપે છે આવા સંકેતો, જાણવું જરૂરી...
X

વર્તમાંન સમયમાં લોકોની વર્કિંગ સ્ટાઈલ, લાઈફ સ્ટાઈલ અને ફૂડમાં ઘણા ચેન્જીસ જોવા મળે છે. જેના કારણે હાર્ટ સ્ટ્રોકની સમસ્યાઓ પણ વધી રહી છે. ત્યારે હાર્ટ એટેકનું નામ સાંભળતાં જ લોકો ફફડી જતાં હોય છે. અગાઉ માત્ર મોટી ઉંમરે આવતો હાર્ટ પ્રોબ્લેમ હવે ત્રીસ વર્ષની અંદરનાં લોકોને પણ આવતો હોવાના કિસ્સા નોંધાયા છે. ન્યુ દિલ્હીના BLK હાર્ટ સેન્ટરના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડો. અજય કૌલના જણાવ્યા અનુસાર, મોટાભાગના કિસ્સાઓમાં હાર્ટ એટેકના સંકેતો એક મહિના પહેલાંથી જ મળવા લાગે છે. જો આ સંકેતોને સમય રહેતાં ઓળખી લેવામાં આવે તો યોગ્ય સારવાર શક્ય બને છે.

જે વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો હોય છે તેનું શરીર અગાઉથી જ તેને કેટલાંક સંકેતો આપતું હોય છે. અહીં આવા જ કેટલાંક લક્ષણો અંગે જણાવ્યું છે.

હાર્ટ એટેક આવેતાં પહેલા મળતા સંકેતોની વાત કરીએ તો, 1) અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો વળવો. 2) જોર જોરથી નસકોરા બોલવા. ઘણીવાર ઊંઘ તૂટવી. 3) છાતી પર દબાણ લાગવું. છાતી પર કોઇએ અચાનક જ ભાર મૂકી દીધો તેવું ફીલ થવા લાગે. 4) માથુ, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ પણ કારણ વિના સતત દર્દ અનુભવાય. 5) ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુઃખાવો થવો અને બાદમાં આપમેળે દુઃખાવો બંધ થઇ જવો. 6) છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો.

Next Story