Connect Gujarat
ગુજરાત

હાર્દિકે ટ્વીટ કરેલા પોસ્ટર વાયરલ થતાં ડે.સી.એમ નીતિન પટેલે કરવી પડી સ્પષ્ટતા

હાર્દિકે ટ્વીટ કરેલા પોસ્ટર વાયરલ થતાં ડે.સી.એમ નીતિન પટેલે કરવી પડી સ્પષ્ટતા
X

ડેપ્યુટી CM નીતિન પટેલના પોતે ભાજપથી નારાજ છે તેવા સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અફવા ગણાવ્યા હતા. નીતિન પટેલે આ અહેવાલનું ખંડન કર્યુ હતું અને ટ્વિટ કરી જણાવ્યું હતું કે,’આ અફવાઓને સાચી માનવી નહીં’. ઉપ મુંખ્યમંત્રીનાં નામનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે. પોસ્ટરમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલની તસવીર જોવા મળે છે. પોસ્ટરમાં એવું લખાણ છે કે, નીતિનભાઇ પાટીદાર મહાપંચાયતમાં સમર્થન કરવા અને ભાજપ છોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ અંગે નીતિન પટેલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે,'' છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો તરફથી મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકશાન કરવા માટે સોશલ મીડિયામાં ઉપજાવી કાઢેલા સમાચાર અને ખોટી પોસ્ટ મુકવામાં આવી રહી છે. આથી સર્વે શુભેચ્છકો, કાર્યકરો અને નાગરીકોને આવી અફવાઓ ન માનવા નમ્ર વિનંતી છે''.

https://twitter.com/Nitinbhai_Patel/status/999701431421669377

આ ઉપરાંત ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું ક્યારેય ભાજપ છોડવાનો નથી, હું ભાજપામાં છું અને ભાજપામાં જ રહીશ. ડેપ્યુટી સીએમ એ આ ઘટનાને સરકારની યોજનાથી બીજી તરફ ધ્યાન દોરવાનો કારસો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હાર્દિકની પંચાયત કોંગ્રેસ પ્રેરિત છે. પંચાયતમાં કોંગ્રેસે હરખપદુડા થઈ સમર્થન આપ્યું છે. વિધાનસભામાં પણ હાર્દિકની મદદથી જીત્યા છે.

Next Story