Connect Gujarat
ગુજરાત

હાશ...હવે હેલ્મેટથી છુટકારો, શહેરી વિસ્તારમાં નહીં રહ્યું હેલ્મેટ ફરજિયાત

હાશ...હવે હેલ્મેટથી છુટકારો, શહેરી વિસ્તારમાં નહીં રહ્યું હેલ્મેટ ફરજિયાત
X

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. નવા નિયમો લાગુ થયા બાદ રાજ્ય તથા સમગ્ર દેશમાં વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને દ્વિ-ચક્રી વાહન ધારકોને હેલમેટ નહી પહેરવાના કારણે તોતિંગ દંડ ફટકારવામાં આવતો હતો. જેને કારણે કેટલાક કિસ્સામાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ચકમકના ઘણા કિસ્સાઓ પણ બન્યા હતા.

ત્યારે આજ રોજ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ અંગે અગત્યનો નિર્ણય લીધો છે. રાજ્યના મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, હવે શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવું ફરજિયાત નથી. એટ્લે કે હવે થી બે પૈડાં વાળા વાહન ચાલકો નગરપાલિકા અને મહાનગરપાલિકા અધિકૃત શહેરી વિસ્તારમાં વિના હેલ્મેટ વાહન ચલાવી શકશે. સરકારના આ નિર્ણયથી કેટલાક અંશે લોકોએ હાશકારો લીધો હશે.

Next Story