Connect Gujarat
ગુજરાત

હિંમતનગર: રેસ ઝેરી સાપની તસ્કરીનો થયો પર્દાફાશ

હિંમતનગર: રેસ ઝેરી સાપની તસ્કરીનો થયો પર્દાફાશ
X

૧૦૦ ગ્રામ ઝેરના ૧૦ લાખ ઊપજવાના હતા.

હિંમતનગરમાંથી ઝેરી સાપની તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે હિંમતનગરના મોતીપુરામાંથી ઝેરી સાપની તસ્કરી કરનારા શખસોની કારમાં તપાસ કરતા થેલીમાં ભરેલા ૩ ઝેરી સાપ મળી આવ્યા હતા. પોલીસે આ બે ઇસમોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી તેમના એક દિવસના રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

આખાયે મામલાના તાર નશાના કારોબાર સાથે જોડાયેલા હોવાનું વનવિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા વનવિભાગ રાયગઢ રેન્જને બાતમી મળી હતી કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં સમાવીષ્ટ સરીસૃપ જાતિના ઝેરી સાપની તસ્કરી કરવામાં આવી રહી છે. હિંમતનગર શામળાજી રોડ પર ગઢોડા - પોલીટેકનીક ચોકડી પર વનવિભાગના સ્ટાફ ધ્વારા મંગળવારે વહેલી સવારે વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન છ એક વાગ્યાના સુમારે બાતમી વાળી હ્યુન્ડાઇ ઇઓન કાર નં. જી.જે-9-બી.એફ-2818 આવી પહોંચતા તેને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

એસીએફ યોગેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે કારની ડીકીમાંથી ચાર થેલી મળી આવી હતી તેમાંથી એક થેલી ખાલી હતી અને બાકીની ત્રણ થેલીમાંથી ત્રણ સાપ મળી આવ્યા હતા જેમાથી એક રસેલ વાઇપર ખડચીતરો મૃત અવસ્થામાં હતો જ્યારે બે કોબ્રા જીવતા હતા જેથી કારમાં સવાર પરેશકુમાર મોહનભાઇ પુરોહિત (હાલ રહે. અમદાવાદ મૂળ રહે. હિંમતનગર) અને કીશનભાઇ બાબુભાઇ (રહે. હિંમતનગર) ની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ બાદ હિંમતનગરમાંથી તેમના અન્ય બે સાગરીત સંદીપભાઇ બાબુભાઇ મીસ્ત્રી અને દિવ્યપ્રકાશ ગીરીશભાઇ સોનારાને ઝડપી પાડી જે.એમ.એફસી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

ઝેરી સાપની તસ્કરી કરતા પરેશ નામના ઈસમે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ ઝેર નો ઉપયોગ નશો કરવા માટે થાય છે પ્રારંભિક તપાસમાં વનવિભાગને જાણવા મળ્યું છે કે ઇન્જેક્શન નીડલ ને નશો કરવા માટે તાજા ઝેરમાં સામાન્ય અડાડીને તેનો ડોઝ લેવામાં આવે છે જો કે આ બાબતને ત્યારે જ સમર્થન મળશે જ્યારે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હાથમાં આવશે.

રેશ સાપ એકઠા કરીને અન્ય રાજ્યમાં મોકલતો હતો અને સ્થાનિક સ્તરે એક ઝેરી સાપના સાત થી દસ હજાર રૂપિયા ચૂકવતો હોવાનું જણાવ્યુ હતુ તેનુ નેટવર્ક રાજસ્થાન સહીતના રાજ્યોમાં પણ હોવાનું માનીને વનવિભાગ ધ્વારા તપાસ હાથ ધરી છે, તદ્દપરાંત રેકેટના માસ્ટર માઇન્ડને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવા પણ તજવીજ હાથ ધરી છે.

વન વિભાગની પૂછપરછ દરમિયાન પરેશ મોહનભાઈ પુરોહિતે કબૂલાત કરી હતી કે નશાના બજારમાં 100 ગ્રામ ઝેરના રૂ. 10 લાખ ઊપજે છે અને રૂ.10 લાખની 20 ટકા રકમ તેને મળવાની નક્કી થઈ હતી.

Next Story