Connect Gujarat
ગુજરાત

હિન્દુ કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ચૈત્ર.

હિન્દુ કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ચૈત્ર.
X

જુદા-જુદા પ્રાંત દેશમાં ચૈત્ર માસ અલગ રીતે ઓળખાય છે.

માઁ દુર્ગાની પૂજન અર્ચન, અનુષ્ઠાનથી શરૂ થતો ચૈત્ર માસ, હિન્દુ કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ચૈત્ર. આ પવિત્ર માસનું વિશેષ મહત્વ રહેલુ છે. ચૈત્ર માસની પ્રતિપદા તિથી જ હિન્દુ નવવર્ષની શુભ શરૂઆત છે.

જાણવા મળ્યા મુજબ ઈરાનમાં આ તિથીએ નૌરોજ એટલે કે નવુ વર્ષ ઉજવવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં આ તહેવાર ઉગાદિનામ એટલે કે યુગનો પ્રારંભ, અથવા તો બ્રહ્માજી સૃષ્ટી રચનાનો પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

583787a6-f1ec-4ec4-8b00-79f195c56d3c

જયારે આજ તિથી નિમિતે જમ્મુ કશ્મીરમાં નવરેહ, પંજાબમાં વૈશાખી, મહારાષ્ટ્રમાં ગુડી પડવા, સિંધમાં ચેટીચાંદ, કેરલમાં વિશુ, અસમમાં રોંગલી બીહુ વગેરે જુદી – જુદી રીતે ભારત ભરમાં ચૈત્ર માસની ઉજવણી કરવામાં આવે છે.

વિક્રમ સંવત ચૈત્ર શુકલની પ્રથમ તિથીથી ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા, વ્રત પુજનનો પણ પ્રારંભ થાય છે. કહેવાય છે કે અમાવસ પછી ચંદ્ર જયારે મેષ રાષિ અને અશ્વિની નક્ષત્રમાં પ્રકટ થઈને પ્રતિ દિવસ થોડો – થોડો તેનો આકાર વધીને ૧૫માં દિવસે ચિત્રા નક્ષત્રમાં પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. ત્યારે આ માસને ચિત્રા નક્ષત્રને કારણે ચૈત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે.7a2d9c9f-6a56-4584-8af1-893b7833b22d

ચૈત્ર મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી તેમજ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ સર્જાતી હોવાથી ચૈત્ર માસમાં આરોગ્ય વર્ધક લીંમડાનાં રસનું પાન કરવાનો પણ વિશેષ મહિમા છે અને ચૈત્ર નવરાત્રિના નવ દિવસ લીંમડાની કુમળી કુપણો ખાવાનો કે રસ પીવાનો રીવાજ પણ છે.

Next Story